VIDEO: એકતરફ Capitol Hill પર થવાની હતી હિંસા, બીજી તરફ પાર્ટી કરી રહ્યા હતા ડોનાલ્ડ ટ્રમ્પ
અત્રે ઉલ્લેખનીય છે કે અમેરિકામાં રાષ્ટ્રપતિ પદ માટે 3 નવેમ્બરને ચૂંટણી થઇ હતી, જેમાં ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર જો બાઇડેનને 306 ઇલેક્ટોરલ કોલેજ વોટ અને રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર ડોનાલ્ડ ટ્ર્મ્પને 232 વોટ મળ્યા હતા.
વોશિંગ્ટન: ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump)ના સમર્થકોએ 7 જાન્યુઆરીના રોજ કેપિટલ હિલ્સ (Capitol Hill)માં જોરદાર હંગામો કર્યો. આ હિંસાને લઇને દુનિયાભરના દેશોમાં ડોનાલ્ડ ટ્રમ્પની ટીકા થઇ રહી છે. ગુરૂવારે થયેલી આ હિંસામાં 5 લોકોના મોત થયા છે. આ દરમિયાન ટ્રમ્પન એક વીડિયો સામે આવ્યો છે. જેમાં તેમનો આખો પરિવાર જોવા મળી રહ્યો છે. આ વિડિયો કેપિટલ બિલ્ડિંગની ઘેરાબંધીના થોડા સમય પહેલાનો હોવાનું કહેવામાં આવી રહ્યું છે જેમાં ટ્રમ્પ અને તેમનો આખ પરિવાર પાર્ટી કરતાં જોવા મળી રહ્યા છે.
પરિવાર સાથે TV પર હિંસાને જોઇ રહ્યા હતા ટ્રમ્પ
આ વીડિયોને ડોનાલ્ડ ટ્રમ્પના પુત્ર ટ્રમ્પ જૂનિયર (Donald Trump Jr.) એ શૂટ કર્યો હતો. સોશિયલ મીડિયા પર તમામ લોકો ટ્રમ્પના આ વીડિયોને શેર કરી તેમની જોરદાર ટીકા કરી રહ્યા છે. વીડિયો જૂનિયર ટ્રમ્પએ 6 જાન્યુઆરીના રોજ ભારતીય સમુયાનુસાર રાત્રે 11:04 વાગે પોસ્ટ કરી હતી. એટલે કે અમેરિકામાં તે સમયે બપોરના સમયે 12:30 વાગી રહ્યા હતા અને તેની થોડીવાર પછી ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના સમર્થકોને સંબોધિત કર્યા. અમેરિકાના સ્થાનિક સમયનુસાર બપોરે 1.30 વાગે ટ્રમ્પના સમર્થકોને કેપિટલ હિલ્સની ઘેરાબંધી કરી હતી.
Incredible India: પૈસા ઉપાડવા બેંકમાં પહોંચી લાશ, કર્મચારીઓના ઉડી ગયા હોશ
હંગામા દરમિયાન થયું ફાયરિંગ
તમને જણાવી દઇએ કે અમેરિકી સંસદના બંને સદન એટલે સીનેટમાં ગુરૂવારે (7 જાન્યુઆરી)ના રોજ ઇલેક્ટોરલ કોલેજના વોટની ગણતરી અને બાઇડેનની જીત પર મોહર લગાવ્યા પછી બેઠક શરૂ થઇ. આ દરમિયાન ડોનાલ્ડ ટ્ર્મ્પના હજારો સમર્થકો સંસદની બહાર એકઠા થયા. નેશનલ ગાર્ડ્સ અને પોલીસે તેમને સમજાવવાનો પ્રયત્ન કર્યો, પરંતુ કેટલાક લોકો કેપિટલ બિલ્ડિંગની અંદર ઘૂસી ગયા અને મોટાપાયે તોડફોડ કરી. આ દરમિયાન ગોળી પણ ચલાવી અને એક મહિલાનું મોત થયું. જોકે હજુ સુધી સ્પષ્ટ થઇ શક્યું નથી કે ગોળી કોણે ચલાવી હતી.
લોકડાઉનમાં સિક્યોરિટી ગાર્ડે શરૂ કર્યો ચાનો સ્ટાર્ટઅપ બિઝનેસ,આજે કરે છે લાખોનું ટર્ન ઓવર
આ હતો હિંસા વિવાદ
અત્રે ઉલ્લેખનીય છે કે અમેરિકામાં રાષ્ટ્રપતિ પદ માટે 3 નવેમ્બરને ચૂંટણી થઇ હતી, જેમાં ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર જો બાઇડેનને 306 ઇલેક્ટોરલ કોલેજ વોટ અને રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર ડોનાલ્ડ ટ્ર્મ્પને 232 વોટ મળ્યા હતા. તેમછતાં ટ્રમ્પએ હાર સ્વિકાર ન કરી અને સતત આરોપ લગાવતાં રહ્યા કે ચૂંટણીમાં ગોટાળો થયો છે. તેને લઇને ઘણા રાજ્યોમાં ટ્ર્મ્પના સમર્થકો દ્વારા કેસ પણ દાખલ કરવામાં આવ્યા, પરંતુ મોટાભાગના કેસ કોર્ટએ નકારી કાઢ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube