Incredible India: પૈસા ઉપાડવા બેંકમાં પહોંચી લાશ, કર્મચારીઓના ઉડી ગયા હોશ
નવી દિલ્હી: ઘણીવાર એવું સાંભળી અથવા જોઇએ છીએ, જેના પર વિશ્વાસ કરવો મુશ્કેલ હોય છે. પરંતુ જો તમને કહેવામાં આવે કે એક 'લાશ' પૈસા ઉપાડવા માટે બેંક પહોંચી તો કદાચ તમને વિશ્વાસ નહી થાય, પરંતુ આવું હકિકતમાં થયું છે. આ ઘટના બિહારના પટનામાં થઇ છે. અહીં એક 'લાશ' પોતાના અંતિમ સંસ્કાર માટે પૈસા ઉપાડવા બેંક પહોંચી ગઇ.
શું છે સમગ્ર મામલો
જોકે આ સમગ્ર ઘટના શાહજહાંપુર પોલીસ મથકના સિગરિયાવા ગામની છે. ગામના મહેશ યાદવનું મોત થઇ ગયું છે. અંતિમ સંસ્કાર માટે ગ્રામીણોએ બેંક જઇને તેના ખાતામાં જમા પૈસા માંગ્યા તો બેંક અધિકારીઓએ પૈસા અપાવાની ના પાડી દીધી. ત્યારબાદ ગ્રામજનો નિરાશ થઇને ગામમાં પરત ફર્યા. આ પણ વાંચો:
જ્યારે બેંક પહોંચી લાશ
ગ્રામીણોએ પરસ્પર વાત કરી અને મહેશ યાદવના અંતિમ સંસ્કાર કરાવવા માટે તેની લાશ લઇને બેંક પહોંચી ગયા. ગ્રામજનોની આ હરકતને જોતાં બેંકકર્મી અને ઘટનાસ્થળે હાજર લોકો આશ્વર્યમાં પડી ગયા. આ પણ વાંચો: લોકડાઉનમાં સિક્યોરિટી ગાર્ડે શરૂ કર્યો ચાનો સ્ટાર્ટઅપ બિઝનેસ,આજે કરે છે લાખોનું ટર્ન ઓવર
ત્રણ કલાક રાખી લાશ
ગ્રામજનોએ લગભગ 3 કલાક સુધી મહેશની લાશ બેંકમાં રાખી હતી. લાંબા સમય સુધી ચાલેલી વાતચીત બાદ બેંક મેનેજરે 10 હજાર રૂપિયા આપીને મામલો શાંત કરાવ્યો હતો. પછી ગ્રામજનો લાશ લઇને ગામમાં પરત ફર્યા અને સ્મશાન લઇ જને મહેશ યાદવના અંતિમ સંસ્કાર કર્યા. આ પણ વાંચો: મોલમાંથી ઝડપાયું કુટણખાનું, મસાજની આડમાં ગ્રાહકોની થતી હતી રાતો રંગીન
કોઇ ન હતું વારસદાર
જોકે મહેશ યાદવ પરિવારમાં એકલા હતા, તેમની ઉંમર 55 વર્ષની હતી. તેમના લગ્ન પણ થયા ન હતા. કેનરા બેંકમાં તેમના ખાતામાં 1.18 લાખ રૂપિયા જમા હતા. બેંક ખાતાનું કોઇ વારસદાર ન હતું.
આ પણ વાંચો: 1 રૂપિયાની પણ ખરીદી કરશો તો આપવું પડશે PAN અને આધાર, જાણો શું છે નવો નિયમ
શા માટે કર્યું આવું
એટલા માટે બેંક કર્મચારીઓ ગ્રામીણોને પૈસા આપવાની ના પાદી રહ્યા હતા. એટલા માટે ગ્રામીણોને મજૂરીમાં લાશ લઇને બેંક જવું પડ્યું જેથી લાશના અંતિમ સંસ્કાર કરી શકાય. આ પણ વાંચો: હવે ઇન્ટરનેટ વિના થશે Digital Payment! અવાજ બનશે પાસવર્ડ
Trending Photos