વોશિંગ્ટન: અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે ઈરાન પર આકરા પ્રતિબંધ લગાવનારા એક કાર્યકારી આદેશ પર હસ્તાક્ષર કર્યાં. તેમણે કહ્યું કે આ પ્રતિબંધોથી ઈરાનના સર્વોચ્ચ નેતા અને અન્ય અધિકારી અમેરિકી ક્ષેત્રમાં કોઈ પણ બેંકિંગ સુવિધાનો લાભ ઉઠાવી શકશે નહીં. ઈરાને કહ્યું હતું કે તેણે ગુરુવારે ક્ષેત્રમાં અમેરિકાના એક ડ્રોનને તોડી પાડ્યું હતું. જેના થોડા દિવસ બાદ ટ્રમ્પે નવા પ્રતિબંધ લગાવવા માટે આ પગલું ભર્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાષ્ટ્રપતિ ટ્રમ્પે શુક્રવારે જવાબી સૈન્ય કાર્યવાહીનો આદેશ પાછો ખેંચ્યો હતો. ટ્રમ્પે પોતાની ઓવલ ઓફિસમાં પત્રકારો સાથે સંક્ષિપ્ત વાતચીતમાં કહ્યું કે અમે ઈરાન કે કોઈ પણ અન્ય દેશ સાથે સંઘર્ષ ઈચ્છતા નથી. તેમણે કહ્યું કે 'હું તમને કહી શકું છું કે અમે ઈરાનને પરમાણુ હથિયાર ક્યારેય હાંસલ કરવા દઈશું નહીં.'


જુઓ LIVE TV


વિશ્વના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...