વોશિંગટનઃ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કોરોના વાયરસને લઈને એકવાર ફરી ચીન પર નિશાન સાધ્યુ છે. ટ્રમ્પે કહ્યુ કે, ચીને વિશ્વભરમાં જે 'પીડા અને નરસંહાર'નો પ્રસાર કર્યો છે, તે તેનાથી ધ્યાન હટાવવાના પ્રયાસ હેઠળ વ્યાપક દુષ્પ્રચાર અભિયાન ચલાવી રહ્યુ છે. ટ્રમ્પે ચીન દ્વારા કોવિડ-19 મહાનમારીને રોકવાને લઈને નિરાશા વ્યક્ત કરી અને દાવો કર્યો કે ચીનની અક્ષમતાને કારણે વિશ્વભરમાં મોટા પાયા પર લોકોએ જીવ ગુમાવ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જો બાઇડેનની જીત ઈચ્છે છે ચીન
ટ્રમ્પે બુધવારે ટ્વીટ કર્યુ, ચીન મોટા પાયા પર દુષ્પ્રચાર અભિયાન ચલાવી રહ્યુ છે, કારણ કે તે ઈચ્છે છે કે સુસ્ત જો બાઇડેન રાષ્ટ્રપતિ પદની દોડમાં જીતી જાય જેથી તે અમેરિકાનું શોષણ કરવાનું જારી રાખી શકે જેમ તે મારા આવવા સુધી દાયકાઓ સુધી કરી રહ્યુ હતુ. તેમણે અન્ય એક ટ્વીટમાં લખ્યુ, 'ચીન તરફથી પ્રવક્તા મુર્ખતાપૂર્ણ વાત કરે છે અને તે દુખ અને નરસંહારથી ધ્યાન હટાવવાનો પ્રયાસ કરે છે જે તેના દેશે વિશ્વભરમાં ફેલાવ્યો છે. તેનો દુષ્પ્રચાર અને અમેરિકા અને યૂરોપ પર દુષ્પ્રચાર હુમલો એક અપમાન છે... આ બધુ ટોચથી થઈ રહ્યું છે. તે આફતને રોકી શકતા હતા, પણ તેણે ન રોકી.'


દાવો! સિગારેટ બનાવનારી કંપનીએ તમાકુમાંથી તૈયાર કરી કોરોનાની રસી


ચીનની અક્ષમતા છે જવાબદાર
ટ્રમ્પે વિશ્વભરમાં કોરોના વાયરસના પ્રસાર માટે ચીનને જવાબદાર ઠેરવ્યુ અને તેના પર અક્ષમતાનો આરોપ લગાવ્યો છે. રાષ્ટ્રપતિએ કહ્યુ, ચીનમાં કેટલાક અણસમજૂ લોકો નિવેદન જારી કરી ચીન સિવાય વાયરસ માટે બધાને જવાબદાર ઠેરવે છે, જે હજારો લોકોનો જીવ લઈ ચુક્યો છે. મહેરબાની કરીને આ મૂર્ખ વ્યક્તિને સમજાવો કે આ ચીનની અક્ષમતા હતી, જેથી વિશ્વભરમાં મોટા પાયે લોકોના જીવ ગયા છે. તે સિવાય કશુ નહીં.


સૌથી પહેલા ચીને જણાવ્યુ
ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઝાઓ લિજિઆને પાછલા મહિને કહ્યુ હતુ કે, વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનને કોવિડ 19 વિશે જણાવનાર ચીન પ્રથમ દેશ હતો. તેનો મતલબ તે નથી કે વાયરસની ઉત્પતિ વુહાનથી થઈ છે.. ક્યારેય કંઇ છુપાવ્યું નથી અને ન અમે છુપાવશું. કોરોના વાયરસ પાછલા વર્ષે ડિસેમ્બરમાં પ્રથમવાર ચીનમાં સામે આવ્યો હતો. 


આ વચ્ચે અમેરિકી સીનેટ 'હોલ્ડિંગ ફોરેન કંપનીઝ એકાઉન્ટેબલ એક્ટ' નામના બિલને પાસ કર્યુ છે જે ચીન અને દેશોની એવી કંપનીઓ પર નજર રાખવાની વાત કરે છે જેને અમેરિકી બજારમાંથી હટાવી શકાય છે. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube