`હેન્ડશેક` પસંદ નથી કરતા ડોનાલ્ડ ટ્રમ્પ, તેમની હેરસ્ટાઈલ પાછળ છે મોટું રહસ્ય...ખાસ જાણો
અમેરિકા (America) માં આ વર્ષે નવેમ્બર મહિનામાં ચૂંટણી છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના સંભવિત હરિફ જો બિડનનું કહેવું છે કે જો હાલના રાજકીય ઘટનાક્રમના બેકગ્રાઉન્ડમાં ટ્રમ્પ હારી પણ જશે તો તેઓ પોતાની ઈચ્છાથી ઓફિસ છોડશે નહીં. જો કે ટ્રમ્પે કહ્યું કે તેઓ હાર્યા તો શાંતિપૂર્ણ રીતે જતા રહેશે પરંતુ અમેરિકા માટે તે `ખરાબ` રહેશે. પોતાના આ પ્રકારના વિવાદિત નિવેદનો માટે જાણીતા અમેરિકાના 45માં રાષ્ટ્રપતિ અને કન્ઝર્વેટિવ પાર્ટી (રિપબલ્કિન પાર્ટી)ના નેતા ડોનાલ્ડ ટ્રમ્પનો જન્મદિવસ 14 જૂન છે. એટલે કે આજે તેમનો જન્મદિવસ (Donald Trump Birthday) છે.
નવી દિલ્હી: અમેરિકા (America) માં આ વર્ષે નવેમ્બર મહિનામાં ચૂંટણી છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના સંભવિત હરિફ જો બિડનનું કહેવું છે કે જો હાલના રાજકીય ઘટનાક્રમના બેકગ્રાઉન્ડમાં ટ્રમ્પ હારી પણ જશે તો તેઓ પોતાની ઈચ્છાથી ઓફિસ છોડશે નહીં. જો કે ટ્રમ્પે કહ્યું કે તેઓ હાર્યા તો શાંતિપૂર્ણ રીતે જતા રહેશે પરંતુ અમેરિકા માટે તે 'ખરાબ' રહેશે. પોતાના આ પ્રકારના વિવાદિત નિવેદનો માટે જાણીતા અમેરિકાના 45માં રાષ્ટ્રપતિ અને કન્ઝર્વેટિવ પાર્ટી (રિપબલ્કિન પાર્ટી)ના નેતા ડોનાલ્ડ ટ્રમ્પનો જન્મદિવસ 14 જૂન છે. એટલે કે આજે તેમનો જન્મદિવસ (Donald Trump Birthday) છે.
ટ્રમ્પ દોસ્તો બનાવવા કરતા દુશ્મનો બનાવવા માટે વધુ મશહૂર છે. ડોનાલ્ડ ટ્રમ્પ વિશે કહેવાય છે કે તેમને સામાન્ય રીતે હેન્ડશેક કરવું ગમતું નથી. જો કે જ્યારે તેઓ તેના માટે મજબુર બની જાય છે ત્યારે તેઓ પોતાની અનોખી આદત મુજબ સામેવાળા વ્યક્તિનો હાથ પકડીને તેને પોતાના તરફ ખેંચે છે. જન્મદિવસના અવસરે તેમના જીવનની કેટલીક જાણી અજાણી વાતો જાણીએ.
રીયલ એસ્ટેટ ઉદ્યોગપતિ અને ટીવી પ્રેઝન્ટેટર
14 જૂન 1946ના રોજ ડોનાલ્ડ ટ્રમ્પનો જન્મ એક સંપન્ન પરિવારમાં થયો હતો. પિતા રીયલ એસ્ટેટના કારોબારી હતાં. બાદમાં આ જ કેરિયરને ટ્રમ્પે પણ અપનાવી અને સફળતાના નવા રેકોર્ડ સ્થાપ્યા અને ટ્રમ્પ પરિવારનો કારોબાર 400 કરોડ ડોલરના સ્તરે પહોંચાડ્યો. ડોનાલ્ડ ટ્રમ્પે પોાતના સરનેમથી અનેક કેસિનો, ગોલ્ફ કોર્સ, હોટલ બનાવડાવ્યા છે. તેઓ ટીવી પ્રેઝન્ટેટર પણ રહી ચૂક્યા છે અને 2004-2015 સુધીમાં એબીસી રિયાલિટી શો પણ હોસ્ટ કરી ચૂક્યા છે.
હેરસ્ટાઈલની ચર્ચા
ડોનાલ્ડ ટ્રમ્પની ખાસ પ્રકારની હેરસ્ટાઈલ હંમેશા ચર્ચામાં રહે છે. આ અંગે તેમણે એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે જ્યારે તેઓ સૂઈને ઉઠે છે ત્યારે તેમના વાળ એવા નથી દેખાતા જેવા તસવીરોમાં જોવા મળે છે. તેમના જણાવ્યાં મુજબ તેઓ પાતાના વાળને હેરડ્રાયરની મદદથી આગળ લાવે છે અને પછી પાછળ લઈ જઈને સંવારે છે.
ત્રણ લગ્ન
ડોનાલ્ડ ટ્રમ્પે ત્રણવાર લગ્ન કર્યા છે. પહેલી પત્ની ઈવાના ઓલિમ્પિકના ખેલાડી રહી ચૂક્યા છે. 1972 વિન્ટર ઓલિમ્પિકમાં ચેકોસ્લોવિક સ્કાય ટીમના તેઓ સભ્ય રહ્યા હતાં. તે જ વર્ષે તેમના લગ્ન ડોનાલ્ડ ટ્રમ્પ સાથે થયા હતાં. 1992માં છૂટાછેડા થયાં. ટ્રમ્પની પહેલી પત્નીથી તેમના ત્રણ અને બીજી તથા ત્રીજી પત્નીથી એક-એક સંતાન છે.
ખરાબ સમય
બિઝનેસમાં સફળતાના પર્યાય ગણાતા ડોનાલ્ડ ટ્રમ્પ અંગે કહેવાય છે કે 1990માં તેઓ કંગાળ થવાના આરે પહોંચી ગયા હતાં. તેમાંથી બહાર નીકળવા માટે તેમણે અનેક સંપત્તિઓ વેચવી પડી હતી. તેમના જણાવ્યાં મુજબ આ સમયગાળો તેમના જીવનનો સૌથી ખરાબ સમય હતો.
જુઓ LIVE TV
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube