વોશિંગ્ટન: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપે દેશના પત્રકારોને ''દેશદ્રોહી'' ગણાવતાં તેમના પર પોતાના સમાચારોથી લોકોનો જીવ ખતરામાં નાખવાનો આરોપ લગાવ્યો. ટ્રંપે ઘણા ટ્વિટ કરીને કહ્યું, ''જ્યારે ડિરેંજમેંટ સિંડ્રોમથી ઉન્માદી મીડિયા અમારી સરકારની આંતરિક વાતચીતનો ખુલાસો કરે છે તો હકિકતમાં તે ના ફક્ત પત્રકારો પરંતુ ઘણા લોકોના જીવ ખતરામાં નાખે છે.''


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તેમણે મુખ્યધારાની મીડિયા પર ખોટા સમાચારો પ્રકાશિત કરવાનો આરોપ લગાવતાં કહ્યું કે ''પ્રેસની આઝાદી સટીકતાથી સમાચારો રિપોર્ટ કરવાની જવાબદારી સાથે આવે છે.'' તેમણે કહ્યું કે ''મારા વહિવટી તંત્રની 90 ટકા મીડિયા કવરેજ નકારાત્મક છે, જ્યારે અમે જોરદાર સકારાત્મક પરિણામ પ્રાપ્ત કરી રહ્યા છીએ. તેમાં કોઇ અચરજ નથી કે મીડિયામાં વિશ્વાસ અત્યાર સુધીના સૌથી નીચલા સ્તર પર છે.''


અમેરિકન રાષ્ટ્રપતિએ આરોપ લગાવ્યો કે નિષ્ફળ ન્યૂયોર્ક ટાઇમ્સ અને અમેજન વોશિંગ્ટન પોસ્ટ ખૂબ જ સકારાત્મક ઉપલબ્ધિઓ પર ખરાબ સમાચાર લખે છે તે ક્યારે બદલાશે નહી.


આ પહેલાં ટ્રંપે ટ્વિટ કર્યું કે તેમણે ન્યૂયોર્ક ટાઇમ્સના પ્રકાશક એ જી સલ્જબર્જર સાથે વ્હાઇટ હાઉસમાં ખૂબ જ સારી અને રસપ્રદ મુલાકાત રહી.




બીજી તરફ ન્યૂયોર્ક ટાઇમ્સના પ્રકાશકે કહ્યું કે તેમણે વ્હાઇટ હાઉસમાં મુલાકાત દરમિયાન ટ્રંપને આગાહ કર્યા કે સમાચાર મીડિયા પર તેમના વધતા જતા હુમલા ''આપણા દેશ માટે ખતરનાક અને હાનિકારક'' છે અને તેમાથી 'હિંસા વધશે''.


સલ્જબર્જરના અનુસાર બેઠકમાં ટાઇમ્સના સંપાદકીય પાનાના સંપાદક જેમ્સ બેનેટ પણ સામેલ થયા અને વ્હાઇટ હાઉસના આગ્રહ પર આ ગોપનિય બેઠક હતી પરંતુ ટ્રંપે તેના વિશે ટ્વિટ કરીને તેને સાર્વજનિક કરી.


સલ્જબર્જરે કહ્યું ''મુલાકાત માટે તૈયાર થવા અંગે મારો મુખ્ય ઉદ્દેશ્ય રાષ્ટ્રપતિ પ્રેસ વિરોધી નિવેદનો લઇને ચિંતા વ્યક્ત કરવાનો હતો. મેં સીધું રાષ્ટ્રપતિને કહ્યું કે મને લાગે છે કે તેમની ભાષા ના ફક્ત વિભાજકારી છે પરંતુ ખતરનાક પણ છે.