વોશિંગટનઃ અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણીના મતદાન દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પના પુત્રએ ભારતનો વિવાદિત નક્શો ટ્વીટ કર્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પ જૂનિયરે ટ્વીટ કરી ટ્રમ્પ સમર્થક અને બાઇડેન સમર્થક દેશોને લાલ અને બ્લૂ રંગમાં દેખાડ્યા છે. જેમાં તેણે કાશ્મીરને પાકિસ્તાનનો ભાગ ગણાવી દીધો છે. એટલું જ નહીં તેણે ભારતને પણ બાઇડેનના પ્રભાવ વાળો દેશ ગણાવી દીધો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારતને ગણાવ્યો બાઇડેનના પ્રભાવ વાળો દેશ
ડોનાલ્ડ ટ્રમ્પ જૂનિયરે અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણીના મતદાનના દિવસે વિશ્વના માનચિત્રને ટ્વીટ કર્યું. તેમાં લાલ રંગમાં ટ્રમ્પ સમર્થિત દેશોને દેખાડવામાં આવ્યા છે. જ્યારે બ્લુ રંગમાં બાઇડેનનું સમર્થન કરતા દેશોને દેખાડવામાં આવ્યા છે. તેણે દુનિયાના ચાર દેશોને છોડીને વિશ્વના બધા દેશોને ટ્રમ્પનું સમર્થન કરનારા ગણાવી દીધા છે. ટ્રમ્પ જૂનિયરે જે દેશોને બાઇડેનના સમર્થક ગણાવ્યા છે તેમાં ભારત, ચીન, મેક્સિકો અને લાબેરિયા સામેલ છે.


ફ્રાન્સમાં એક દિવસમાં 53 હજાર કેસ, WHOએ કહ્યું- સમય બરબાદ ન કરે દેશ

ટ્રમ્પે ગણાવ્યું હતું ભારતને ગંદુ
ટ્રમ્પે અમેરિકી રાષ્ટ્રપતિ ચૂંટણીની અંતિમ ડીબેટ દરમિયાન ચીન, ભારત અને રશિયા વિશે કહ્યું ગતું કે આ દેશ પોતાની ગંદી હવાઓનું ધ્યાન રાખઈ રહ્યાં નથી. ગુરૂવારે ટેનેસીના નેશવિલમાં બાઇડન સાથે અંતિમ ડીબેટ દરમિયાન ટ્રમ્પે કહ્યુ હતુ કે, ચીનને જુઓ કેટલું ખરાબ છે. રશિયાને જુઓ. ભારતને જુઓ. ત્યાંની હવા ગંદી છે. 
 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube