નવી દિલ્હી: દુનિયા સૌથી શક્તિશાળી નેતાનો વિચાર કરતા જ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું નામ સામે આવી જાય છે. પરંતુ આ વખતે સૌથી શક્તિશાળી રાષ્ટ્રપતિ ટ્રમ્પનું નામ અલગ કારણે ચર્ચામાં છે. ટ્રમ્પ ઉપર હંમેશા જિદ્દી હોવાનો આરોપ લાગે છે. પરંતુ આ વખતે જે આરોપ લાગ્યો છે તે જાણીને તમે દંગ રહી જશો. એક મીડિયા રિપોર્ટ મુજબ ટ્રમ્પ પર આ વખતે સૌથી વધુ વખત ખોટું બોલવાનો આરોપ લાગ્યો છે.  એટલે કે આ વખતે સૌથી વધુ ખોટું બોલવાનો, અમેરિકી જનતાને કરેલા ખોટા વચનો અંગેનો આરોપ લાગ્યો છે. રિપોર્ટમાં જણાવાયું છે કે ટ્રમ્પે પોતાના કાર્યકાળમાં 8158 વખત ખોટા કે ભ્રમિત  કરતા દાવા કરેલા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ રિપોર્ટ રવિવારે ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યાના બે વર્ષ પૂરા થવા પર આવેલો છે. અખબાર વોશિંગ્ટન પોસ્ટના આ રિપોર્ટમાં કહેવાયું છે કે રાષ્ટ્રપતિએ પોતાના કાર્યકાળના પહેલા વર્ષે દર રોજ સરેરાશ લગભગ 6વાર ભ્રમિત કરનારા દાવા કર્યા જ્યારે બીજા વર્ષે તેમણે 3 ગણા બમણી ઝડપે દરરરોજ આવા લગભગ 17 વચનો આપ્યાં. 


અખબારે પોતાના રિપોર્ટમાં 'ફેક્ટ ચેકર'ના આંકડાનો હવાલો આપ્યો છે. આ ફેક્ટ ચેકર રાષ્ટ્રપતિ દ્વારા અપાયેલા પ્રત્યેક સંદિગ્ધ નિવેદનોનું વિશ્લેષણ, વર્ગીકરણ અને માલુમ કરવાનું કામ કરે છે. ફેક્ટ ચેકરના આંકડા મુજબ ટ્રમ્પ રાષ્ટ્રપતિ બન્યા ત્યારથી લઈને અત્યાર સુધી 8158 વખત ખોટા અને ભ્રમિત કરનારા દાવા કરી ચૂક્યા છે. 


અખબારે કહ્યું કે તેમાં રાષ્ટ્રપતિના બીજા વર્ષે કરાયેલા આવા 6000 જેટલા આશ્ચર્યજનક દાવા સામેલ છે. રિપોર્ટમાં કહેવાયું છે કે ટ્રમ્પે સૌથી વધુ ભ્રમિત કરનારા દાવા ઈમિગ્રેશનને લઈને કર્યા છે. આ અંગે તેઓ અત્યાર સુધી 1433 દાવા કરી ચૂક્યા છે. જેમાં ગત 3 અઠવાડિયે કરાયેલા 300 દાવા સામેલ છે. 


રિપોર્ટમાં કહેવાયું છે કે ટ્રમ્પે વિદેશ નીતિને લઈને 900 દાવા કર્યા હતાં. ત્યારબાદ વ્યાપાર (854) અર્થવ્યવસ્થા (790), અને નોકરીઓ(755)નો નંબર આવે છે. આ ઉપરાંત અન્ય મામલાઓને લઈને તેઓ 899વાર દાવા કરી ચૂક્યા છે. જેમાં મીડિયા અને પોતાના દુશ્મન કહેવાતા લોકો પર ભ્રમિત કરનારા સામેલ છે. રિપોર્ટ મુજબ ફક્ત 82 દિવસના પોતાના કાર્યકાળના લગભગ 11 ટકા સમયમાં જ ટ્રમ્પે કોઈ દાવો કર્યો નહતો. આમાથી મોટાભાગનો સમય એ છે જેમાં તેઓ ગોલ્ફ રમવામાં વ્યસ્ત હતાં. 


વિદેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...