ડોનાલ્ડ ટ્રમ્પે કર્યો ઇશારો, સ્વીકાર કરી શકે છે જો બાઇડેન સામે હાર
ટ્રમ્પ અત્યાર સુધી બાઇડેનની જીતનો ઇનકાર કરતા રહ્યા છે અને તેમણે કેટલાક પરિણામોને કોર્ટમાં પડકારવાની વાત પણ કરી છે.
ન્યૂયોર્કઃ અમેરિકા (America)ના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump)એ સંકેત આપ્યો કે તેઓ જો બાઇડેન (Joe Biden) સામે હારનો સ્વીકાર કરી શકે છે કારણ કે મીડિયાએ જોર્જિયામાં પણ ડેમોક્રેટને વિજેતા જાહેર કરી દીધું છે, જ્યાં હજુ મતગણના ચાલી રહી હતી.
કઈ રીતે હાર સ્વીકાર કરશે ટ્રમ્પ?
ટ્રમ્સ અત્યાર સુધી બાઇડેનની જીતનો ઇનકાર કરતા રહ્યા છે અને તેમણે કેટલાક પરિણામોને તો કોર્ટમાં પડકારવાની વાત પણ કરી છે. પરંતુ શુક્રવારે કોરોના વાયરસ પર આધારિત બ્રીફિંગ દરમિયાન કહ્યું, 'ભવિષ્યમાં જે થશે, કોઈ નથી જાણતું કે ક્યું વહિવટી તંત્ર હશે. તે તો સમય જણાવશે. 20 જાન્યુઆરીની કોઈ અન્ય પ્રશાસન વિશે બોલવું તેની પ્રથમ તક હતી. તે વાતને લઈને અટકળો લગાવવામાં આવી રહી છે કે આખરે હાર કઈ રીતે સ્વીકાર કરશે. ટ્રમ્પના એક અજાણ્યા વરિષ્ઠ સહયોગીએ કહ્યુ કે, એવી સંભાવના છે કે ટ્રમ્પ ચૂંટણીના નિર્ણયનો સ્વીકાર કરી શકે છે.'
બાઇડેનને પહેરાવ્યો વિજેતાનો તાજ!
દેશમાં કોવિડ-19નો કહેર અને તેની બીજી લહેર વચ્ચે ટ્રમ્પે કહ્યુ કે, તેઓ દેશવ્યાપી લૉકડાઉન લાગૂ કરશે નહીં. તેમણે કહ્યું, 'અમે લૉકડાઉનમાં જશુ નહીં. આ પ્રશાસન લૉકડાઉનમાં જશે નહીં. ભવિષ્યમાં શું થશે, ક્યું તંત્ર હશે, તે સમય જણાવશે.' પરંતુ મતગણના હજુ ચાલી રહી છે અને પરિણામ સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યા નથી, મીડિયાએ બાઇડેનને તેમના અનુમાનોના આધાર પર વિજેતાનો તાજ પહેરાવ્યો છે. આ આધાર પર બાઇડેન અને ડેમોક્રેટની માગ છે કે તેમને સત્તાવાર રીતે રાષ્ટ્રપતિ ચૂંટાવાનો દરજ્જો આપવામાં આવે.
પૃથ્વીનો આ છેડો હતો Corona થી મુક્ત, હવે ત્યાં પણ કેસની સંખ્યામાં અચાનક ચિંતાજનક વધારો
અમેરિકી મીડિયા અનુસાર બાઇડેનને 306 ઇલેક્ટોરલ કોલેજ વોટ અને ટ્રમ્પને 232 મળ્યા છે, જ્યારે જીતવા માટે 270 ઇલેક્ટોરલ કોલેજ વોટોની જરૂર હોય છે. બાઇડેન ટ્રાન્ઝિશન ટીમના પ્રવક્તા જેન પસાકીએ એક બ્રીફિંગ દરમિયાન ફરિયાદ કરી કે તે લોકો કોવિડને લઈને ચાલી રહેલા કામો સુધી પણ પહોંચી શકતા નથી, જ્યારે શાસન કરવાની તૈયારી માટે આ જરૂરી છે.
14 ડિસેમ્બર પહેલા જાહેર થશે સત્તાવાર પરિણામ
કાયદાની રૂપે ચૂંટાયેલા રાષ્ટ્રપતિને કાર્યાલયમાં સ્થાણાંતરિત થવા અને બ્રીફિંગ સુધી પહોંચવાની સત્તાવાર સુવિધા આપવી જોઈએ. પરંતુ સામાન્ય સેવા પ્રશાસનના પ્રમુખ એમિલી મર્ફી તે માટે ચૂંટણી પરિણામોની સત્તાવાર પુષ્ટિની રાહ જોઈ રહ્યાં છે. રાજ્યોની પાસે સત્તાવાર રીતે પરિણામ જાહેર કરવા માટે 14 ડિસેમ્બર સુધીનો સમય છે. ટ્રમ્પ કોઈ પૂરાવા વગર ચૂંટણીમાં ગડબડનો આરોપ લગાવી રહ્યાં છે જ્યારે દેશભરના ચૂંટણી અધિકારીઓએ આવી સંભાવનાનો સ્પષ્ટ ઇનકાર કર્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube