Donald Trump pleads not guilty: અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર પોર્ન સ્ટારનું મોઢું બંધ રાખવા સહિત 34 ગંભીર આરોપો લાગ્યા છે. મંગળવારે મેનહટન કોર્ટમાં આ આરોપોની સુનાવણી થઈ હતી, જે દરમિયાન ટ્રમ્પે કહ્યું હતું કે તેઓ સંપૂર્ણપણે નિર્દોષ છે અને તેમને ખોટી રીતે ફસાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે જેથી તેઓ આગામી 2024ની રાષ્ટ્રપતિની ચૂંટણીની રેસમાંથી બહાર થઈ જાય.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુનાવણી દરમિયાન કોર્ટે ટ્રમ્પને ચેતવણી આપી હતી કે તેઓ સોશિયલ મીડિયામાં એવું કંઈ ન બોલે જેનાથી તેમના સમર્થકોમાં વિરોધની લાગણી ઉગ્ર બને. કોર્ટે કહ્યું કે જો તે આમ કરે છે તો તેના પર જાહેરમાં કંઈપણ લખવા કે બોલવા પર પ્રતિબંધ લગાવી શકાય છે.


આ પણ વાંચો: દર 6 માંથી 1 વ્યક્તિને છે માતા-પિતા બનવાનું જોખમ, WHO ના રિપોર્ટમાં થયો ખુલાસો
આ પણ વાંચો: WHO Report: મીઠું બની રહ્યું છે સાયલન્ટ કિલર, 70 લાખ લોકોના જીવ જોખમમાં
આ પણ વાંચો: ચિપ્સનું કે બિસ્કીટનું એક પેકેટ ઘટાડી શકે છે તમારી ઉંમર, WHOએ આપી ચેતવણી!
આ પણ વાંચો: આ શાનદાર બિઝનેસથી વર્ષે કરો રૂપિયા 12 લાખની કમાણી, સરકાર આપશે લોન


કેટલી સજા થઈ શકે?
ન્યૂયોર્ક ડિસ્ટ્રિક્ટ એટર્ની એલ્વિન બ્રેગે કોર્ટમાં સુનાવણી બાદ કહ્યું કે આ કેસ ટ્રમ્પના 34 ખોટા નિવેદનોનો છે. જો કોર્ટ તમામ આરોપોમાં ટ્રમ્પને દોષિત માને છે તો તેમને 136 વર્ષની સજા થઈ શકે છે. કારણ કે તમામ ગુનાઓની સજા ઉમેર્યા બાદ આ આંકડો 136 વર્ષનો થઈ જાય છે.


શું છે આરોપો?
ડોનાલ્ડ ટ્રમ્પ પર આરોપ છે કે તેમણે પોર્ન સ્ટાર સ્ટોર્મી ડેનિયલ્સને 2016ની રાષ્ટ્રપતિની ચૂંટણી પહેલા તેની સાથે રાત વિતાવ્યા બાદ તેનું મોં બંધ રાખવા માટે $1.3 મિલિયન ચૂકવ્યા હતા. આ સિવાય પ્લેબોયની પૂર્વ મોડલ કારેન મેકડોગલ પર નકારાત્મક રિપોર્ટ પ્રકાશિત ન કરવા બદલ 1.5 મિલિયન ડોલર ચૂકવવાનો આરોપ છે. આ સિવાય તેમની સામે કુલ 34 આરોપો છે.


આ પણ વાંચો: ઓ બાપ રે! 2BHK ફ્લેટનું ભાડું 50,000 Rs, આ શહેરમાં મકાનોના ભાડાએ તોડ્યો રેકોર્ડ
આ પણ વાંચો: Indian Railways: આ છે 'કરોડપતિ' TT, મુસાફરોને દંડ ફટકારી ભરી દીધો રેલવેનો ખજાનો
આ પણ વાંચો: 
દુલ્હને Whatsapp પર વરરાજાને મોકલ્યો આવો મેસેજ, વાંચીને ધ્રૂસકે-ધ્રૂકકે રડવા લાગ્યો


અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિની પહેલીવાર ધરપકડ
ટ્રમ્પની મંગળવારે મેનહટન ડિસ્ટ્રિક્ટ એટર્નીની ઓફિસમાંથી ધરપકડ કરવામાં આવી હતી. અમેરિકાના ઈતિહાસમાં આ પહેલીવાર છે જ્યારે કોઈ પૂર્વ રાષ્ટ્રપતિની ગુનાહિત કેસમાં ધરપકડ કરવામાં આવી હોય. ટ્રમ્પ સરેન્ડર કરવા મેનહટન કોર્ટ પહોંચ્યા હતા.


સુનાવણી બાદ લગભગ અડધા કલાક સુધી ટ્રમ્પે ફ્લોરિડાના માર-એ-લાગો સ્થિત તેમના ઘરે ભાષણ આપ્યું હતું. આ દરમિયાન તેમણે કહ્યું, 'હું નિર્દોષ છું. મારો ગુનો માત્ર એટલો જ છે કે જે લોકો દેશનો નાશ કરવા માગે છે તેમનાથી હું દેશની રક્ષા કરવા મક્કમ છું. અમે ઉચ્ચ સ્તરે ચૂંટણીમાં હસ્તક્ષેપ જોયો છે.


આ પણ વાંચો: સસ્તામાં કાર ખરીદવી પડી ન જાય મોંઘી! વપરાયેલી કાર ખરીદતી વખતે આ છેતરપિંડીથી બચો
આ પણ વાંચો: Car Care Tips: Ohh No! પેટ્રોલની જગ્યાએ ડીઝલ ભરાઈ ગયું છે, તો પહેલાં કરો આ કામ
આ પણ વાંચો: વ્યક્તિએ મોબાઈલમાં કંઈક એવું ટાઈપ કર્યું કે નીકળવા લાગ્યો  ધુમાડો! જોઈ લો આ વીડિયો


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube