ભારત-ચીન તણાવ પર અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું- સ્થિત ખૂબ મુશ્કેલ
લદ્દાખની ગલવાન ઘાટી (Galwan Valley)માં ભારત અને ચીન સૈનિકોની હિંસક ઝપાઝપી પર પ્રતિક્રિયા આપી છે. ટ્રમ્પે કહ્યું કે સ્થિતિ એકદમ મુશ્કેલ છે. અમે ભારત અને ચીન બંને સાથે વાત કરી રહ્યા છીએ.
વોશિંગ્ટન: લદ્દાખની ગલવાન ઘાટી (Galwan Valley)માં ભારત અને ચીન સૈનિકોની હિંસક ઝપાઝપી પર પ્રતિક્રિયા આપી છે. ટ્રમ્પે કહ્યું કે સ્થિતિ એકદમ મુશ્કેલ છે. અમે ભારત અને ચીન બંને સાથે વાત કરી રહ્યા છીએ.
જ્યારે અમેરિકાના રાષ્ટ્રપતિને પૂછવામાં આવ્યું કે ભારત અને ચીન વચ્ચે સ્થિતિ અંગે તમારું શું કહેવું છે કે તો તેમણે કહ્યું કે 'આ ખૂબ મુશ્કેલ સ્થિતિ છે. અમે ભારતની સાથે વાત કરી રહ્યા છીએ, અમે ચીન સાથે વાત કરી રહ્યા છીએ. તેમની વચ્ચે મોટી સમસ્યા થઇ ગઇ છે. તેમની વચ્ચે ઝપાઝપી થઇ રહી છે. અમે જોઇશું શું કરી શકીએ, અમે તેમની મદદ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube