વોશિંગ્ટન: જ્યોર્જ ફ્લોયડના મોત બાદ અશ્વેતોનું પ્રદર્શન અમેરિકામાં ઉગ્ર બની રહ્યું છે. અમેરિકામાં વોશિંગ્ટન ડીસી સહિત ઓછામાં ઓછા 40 શહેરોમાં કર્ફ્યૂ લાગ્યો છે. CNN મુજબ 40 જેટલા શહેરોમાં કર્ફ્યૂ લાગ્યો છે. જ્યારે 15 શહેરો અને વોશિંગ્ટન ડીસીમાં 5000 જેટલા નેશનલ ગાર્ડ્સ પણ તૈનાત કરાયા છે. 2000 ગાર્ડ્સને તૈયાર રખાયા છે. જેથી  જરૂર પડ્યે મદદમાં લઈ શકાય.  આ બાજુ વ્હાઈટ હાઉસ પાસે સતત ત્રીજા દિવસે પણ વિરોધ પ્રદર્શન ચાલુ રહ્યું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ 3 શબ્દોથી ભડકે બળ્યું અમેરિકા, 'વ્હાઈટ હાઉસ' નજીક પહોંચી વિરોધની જ્વાળા, 25 શહેરોમાં કર્ફ્યૂ


વ્હાઈટ હાઉસ પાસે સ્થિતિ વણસી, સિક્રેટ સર્વિસના શ્વાસ અધ્ધર થયા
વ્હાઈટ હાઉસ પાસે પ્રદર્શન કરી રહેલી ભીડે એક કચરાપેટીમાં આગ લગાવી દીધી અને પોલીસ સાથે ધક્કામૂકી કરી. સ્થિતિ એ હદે વણસી ગઈ કે સુરક્ષામાં તૈનાત સિક્રેટ સર્વિસ એજન્ટ્સ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને વ્હાઈટ હાઉસમાં બનેલા સુરક્ષાત્મક બંકરમાં લઈ ગયા. જો કે ઘટના સ્થળે પહોંચેલી પોલીસે વ્હાઈટ હાઉસની આજુબાજુથી ઉપદ્રવીઓને ખદેડી મૂક્યા હતાં. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube