વોશિંગ્ટન: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બુધવારે કહ્યું કે ચીને અમેરિકા પાસેથી ખુબ ધન ભેગુ કરીને પોતાનું પુર્નનિર્માણ કર્યુ છે. તેમણે કહ્યું કે ચીન સહિત દરેકે અમેરિકાનો ફાયદો ઉઠાવ્યો છે. પરંતુ 3 મહિનામાં જ તેમનું બજાર ઊંઘા માથે 32 ટકા પછડાયું છે. આવું એટલા માટે બન્યું કારણ કે હવે અમે તેઓ જે કરતા આવ્યાં છે તે કરવા દઈશું નહીં. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દર વર્ષે અમેરિકાથી આટલા ડોલર ચીન લઈ જાય છે?
ટ્રમ્પે અમેરિકાના પ્રવાસે આવેલા પોલેન્ડના રાષ્ટ્રપતિ આંદ્રજેઝ ડૂડા સાથે વ્હાઈટ હાઉસમાં જોઈન્ટ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે ચીન દર વર્ષે 500 અબજ ડોલર અમેરિકા પાસેથી લઈ જાય છે. તેમણે કહ્યું કે અમેરિકા દુનિયા ભરની પિગી બેંક બની ગયું છે અને બધા તેનો ફાયદો ઉઠાવી રહ્યાં છે. 


રોકેટની જેમ ઉપર જઈ રહ્યું છે અમેરિકાનું બજાર- અમેરિકા
ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે "તેમણે (ચીને) અમેરિકાથી લાવવામાં આવેલા ધનથી પોતાના દેશને ફરી પગભેર કર્યો છે. પરંતુ મેં તે બદલી નાખ્યું છે. તમે જોશો કે આપણું બજાર રોકેટની જેમ ઉપર જઈ  રહ્યું છે. હું નથી ઈચ્છતો કે તેમના બજાર તૂટી પડે, પંરતુ 3 મહિનાની અંદર જ તેમનું બજાર 32 ટકા જેટલું પછડાયું છે. કારણ કે તેઓ જે કરતા આવ્યાં છે તેવું હવે અમે થવા દઈશું નહીં. "


ટ્રમ્પે કહ્યું કે છેલ્લા કેટલાક વર્ષોથી ચીન અમારા ત્યાંથી દર વર્ષે 500 અબજ ડોલરથી વધુ ધન લઈ જાય છે. જે પોલેન્ડ માટે ખુબ વધારે હશે, છે કે નહીં? તેનાથી તમે તમારા દેશને નવેસરથી તૈયાર કરી શકશો. ચીને આ જ કર્યુ છે. તેમણે કહ્યું કે તેઓ વ્યાપારના અસંતુલન પર કડક નજર રાખી રહ્યાં છે કારણ  કે તે ખુબ જ મહત્વપૂર્ણ છે. 


તેમણે કહ્યું કે જ્યારે કોઈ દેશ સાથે વ્યાપાર ખાદ્ય 375 અબજ ડોલરની હોય અને ત્યાબાદ અબજો ડોલરની વિભિન્ન જવાબદારીઓ હોય તો કોઈએ તો આ અંગે કઈંક કરવું પડે. તેમણે કહ્યું કે "ચીને અમારો ફાયદો ઉઠાવ્યો. યુરોપીય સંઘે અમારો ફાયદો ઉઠાવ્યો. દરેક જણે અમારો ફાયદો ઉઠાવ્યો. હું અમેરિકી શ્રમિકો, ખેડૂતો, પશુપાલકો, કંપનીઓને બચાવવા માંગુ છું. હવે કોઈ પણ અમારો જરાય ફાયદો ઉઠાવી શકશે નહીં."


ચીનની આયાત પર ડ્યૂટી લગાવવાની જાહેરાત અંગે જ્યારે પૂછવામાં આવ્યું તો ટ્રમ્પે કહ્યું કે "જ્યારે આંકડા ખુબ મોટા હોય ત્યારે તે મુદ્દો બની જાય છે. જે છેલ્લા 20 વર્ષથી થતું આવ્યું છે. તમે વિશ્વ વ્યાપાર સંગઠનને જ જુઓ. જ્યારે ચીનમાં આર્થિક ફેરફાર થયા, તે રોકેટની જેમ વધ્યું કારણ કે તેણે વિશ્વ વ્યાપાર સંગઠનના નિયમોનો ફાયદો ઉઠાવ્યો."