જો હું ઇવાંકાને નિકી હેલીની જગ્યા પર પસંદ કરૂ તો મારા પર લાગશે અનેક આરોપ: ટ્રમ્પ
ટ્રમ્પે કહ્યું હતુ કે ઇવાંકા સંયુક્ત રાષ્ટ્રમાં ડાયનેમાઇટ સાબિત થશે કારણ કે ત્યાર બાદ ઇવાંકા ટ્રમ્પે સમાચારનો ઇન્કાર કરતા કહ્યું કે, આ પદની રેસમાં નથી
વોશિંગ્ટન : સંયુક્ત રાષ્ટ્રમાં અમેરિકાનાં રાજદૂત નિકી હેલીએ પદ છોડ્યા બાદ તે વાતની ખુબ ચર્ચા ચાલી રહી છે કે હવે આ પદ પર રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ કોની પસંદગી કરે છે. પહેલા સમાચાર આવ્યા કે તેઓ તેના માટે પોતાની પુત્રી ઇવાંકા ટ્રમ્પને નિયુક્ત કરી શકે છે. તેમણે આ અંગે ઇશારો પણ કર્યો. જ્યારે તેમણે કહ્યું કે, ઇવાંકા સંયુક્ત રાષ્ટ્રમાં ડાયનામાઇટ સાબિત થશે. જો કે ત્યાર બાદ ઇવાંકા ટ્રમ્પે આ સમાચારોનુ ખંડન કરતા કહ્યું કે, તેઓ આ પદની રેસમાં નથી. પરંતુ હવે આ મુદ્દે રાષ્ટ્રપતિનું ઘણુ મોટુ નિવેદન સામે આવ્યું છે.
રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, જો તેમણે નિકી હેલીના સ્થાને ઇવાંકા ટ્રમ્પની પસંદગી કરી તો તેમના પર ભાઇ ભત્રીજાવાદનો આરોપ લાગશે. એવામાં ઇવાંકા ટ્રમ્પ આ મુદ્દે સૌથીમોટો દોષીત ચહેરો બનીને ઉભરશે.
વોશિંગ્ટનમાં પત્રકારોએ જ્યારે તેમને આ અંગે સવાલ પુછ્યો તો ટ્રમ્પે કહ્યું કે, મે હેલીના સ્થાને ઘણા બધા નામ સાંભળ્યા છે. મે ઇવાંકાનું નામ પણ સાંભળ્યું છે. મે પહેલા પણ કહ્યું કે ઇવાંકા આ મુદ્દે સારી સાબિત થશે. પરંતુ તેનો અર્થ એવો નથી કે હું તેની પસંદગી તે પદ માટે કરીશ. કારણ કે તેને ત્યાર બાદ મારા પર ભાઇ ભત્રીજાવાદનો આરોપ લાગશે.
બીજી તરફ આ મુદ્દે ચાલી રહેલા વિવાદો અંગે ઇવાંકાએ ત્યારે પુર્ણ વિરામ મુક્યો જ્યારે તેણે પોતે જ ટ્વીટ કરીને કહ્યું કે વ્હાઇટ હાઉસની સેવા કરવી ગર્વની વાત છે. પરંતુ મને વિશ્વાસ છે કે રાષ્ટ્રપતિ આ પદ માટે કોઇ યોગ્ય વ્યક્તિની પસંદગી કરશે. હું તે સ્પષ્ટ કરવા માંગીશ કે તે હું નથી.