અમેરિકામાં મતગણના પર બબાલ, ટ્રમ્પ બોલ્યા- જ્યાં જીતી રહ્યાં હતા, ત્યાં પાછળ કેમ થઈ ગયા
અમેરિકામાં રિપબ્લિકન પાર્ટીના રાષ્ટ્રપતિ ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પે મતગણના પર સવાલ ઉઠાવ્યા છે. તેમણે ગડબડીની આશંકા વ્યક્ત કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યુ કે, કાલે અમે જ્યાં જીતી રહ્યા હતા, ત્યાં અચાનક પાછળ કેમ થઈ ગયા.
વોશિંગટનઃ અમેરિકામાં રિપબ્લિકન પાર્ટીના રાષ્ટ્રપતિ ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પે મતગણના પર સવાલ ઉઠાવ્યા છે. તેમણે ગડબડીની આશંકા વ્યક્ત કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યુ કે, કાલે અમે જ્યાં જીતી રહ્યા હતા, ત્યાં અચાનક પાછળ કેમ થઈ ગયા.
ડોનાલ્ડ ટ્રમ્પે ટ્વીટ કર્યુ કે, પાછલી રાત્રે હું મોટાભાગની ડેમોક્રેટિક પાર્ટી નિયંત્રિત રાજ્યોમાં આગળ ચાલી રહ્યો હતો. પછી એક-એક કરીને તે જાદૂઈ રૂપથી ગાયબ થવાનું શરૂ થઈ ગયું. અચાનક ખરાબ બેલેટની ગણના કઈ રીતે કરવામાં આવી. ખુબ અજીબ છે. મતદાન સર્વેક્ષક ઐતિહાસિક રૂપથી ખોટા નિકળ્યા. મહત્વનું છે કે અમેરિકામાં આજે બીજીવાર મતગણના શરૂ થી છે. મતગણના શરૂ થયા બાદ રાષ્ટ્રપતિ ટ્રમ્પે ટ્વીટ કર્યુ છે.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube