ટ્રમ્પ અત્યાર સુધી પોણા અગિયાર હજાર ભ્રામક દાવા કરી ચૂક્યા છેઃ યુએસના અખબારનો દાવો
વોશિંગટન પોસ્ટની ફેક્ટ ચેકર્સ ટીમે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા કરવામાં આવેલા એવા શંકાસ્પદ નિવેદનોનું વિશ્લેષણ કર્યું, જે તેમણે આપ્યા હતા. અખબારે દાવો કર્યો છે કે, ટ્રમ્પે વર્ષ 2014માં રાષ્ટ્રપતિનો કાર્યભાર સંભાળ્યા પછી દરરોજ લગભગ 12 જેટલા જૂઠા કે ભ્રામક દાવા કર્યા છે
નવી દિલ્હીઃ 'ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કાશ્મીરના મુદ્દે અમેરિકાને મધ્યસ્થી કરવાની વિનંતી કરી હતી.'- અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા કરવામાં આવેલા આ દાવાએ ભારતીય રાજકારણમાં હોબાળો મચાવી દીધો છે. ટ્રમ્પના આ નિવેદનના કારણે અમેરિકા અને ભારત વચ્ચેના સંબંધોમાં પણ અચાનક એક તણાવ પેદા થઈ ગયો છે. જોકે, ભારત સરકારે ટ્રમ્પના દાવાને ફગાવી દીધો છે.
મંગળવારે વિદેશ મંત્રી એસ. જયશંકરે રાજ્યસભામાં પણ સ્પષ્ટતા કરી કે,"ભારતના વડાપ્રધાન મોદી તરફથી આવો કોઈ પ્રસ્તાવ આપવામાં આવ્યો નથી. ભારત પહેલાથી જ એ કહેતું આવ્યું છે કે પાકિસ્તાન સાથેના જે કોઈ વિવાદિત અને પડતર મુદ્દાઓ છે તેના પર દ્વીપક્ષીય ચર્ચા જ કરવામાં આવશે. પાકિસ્તાન સાથે ત્યારે જ વાટાઘાટો શરૂ કરવામાં આવશે જ્યારે તે સરહદ પારના આતંકવાદનો અંત લાવશે. ભારત અને પાકિસ્તાન વચ્ચેના તમામ મુદ્દાઓનો ઉકેલ શિમલા કરાર અને લાહોર કરારને ધ્યાનમાં રાખીને દ્વીપક્ષીય વાટાઘાટો સાથે જ લાવવામાં આવશે."
ડોનાલ્ડ ટ્રમ્પ તરફથી પ્રથમ વખત આવું અનપેક્ષિત નિવેદન જોવા મળ્યું નથી. આ અગાઉ પણ તેમણે આપેલા નિવેદનોએ અમેરિકા અને દુનિયાના અન્ય દેશોની રાજનીતિમાં હચલચ મચાવી હતી. અમેરિકાના પ્રતિષ્ઠિત અખબાર 'વોશિંગટન પોસ્ટ' તો અત્યાર સુધી ટ્રમ્પના આવા લગભગ 11,000 જેટલા 'જૂઠ'ની પોલ ખોલી ચૂક્યું છે.
ચંદ્ર પર માનવઃ 50 વર્ષ પહેલા માનવીએ મુક્યો હતો પહેલો પગ, જાણો મિશન એપોલો-11 વિશે...
869 દિવસમાં ટ્રમ્પના 10,796 જૂઠા કે ભ્રામક દાવા
વોશિંગટન પોસ્ટે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા આપવામાં આવેલા આવા અનેક નિવેદનોની સત્યતા ચકાસવામાં આવી છે અને ત્યાર પછી દાવો કર્યો છે કે, તેમના આવા દાવા હંમેશાં જૂઠા કે ભ્રામક રહ્યા છે. અખબારે 10 જૂનના રોજ પ્રકાશિત પોતાના એક રિપોર્ટમાં જણાવ્યું હતું કે, ડોનાલ્ડ ટ્રમ્પ રાષ્ટ્રપતિ તરીકે 7 જુન સુધીમાં 869 દિવસ પુરા કર્યા છે અને આ દરમિયાન તેમણે 70,796 જૂઠા કે ભ્રામક દાવા કર્યા છે.
વોશિંગટન પોસ્ટની ખરાઈ તપાસતી ટીમે રાષ્ટ્રપતિ ટ્રમ્પ દ્વારા આપવામાં આવેલા દરેક શંકાસ્પદ અને વિવાદાસ્પદ નિવેદનોનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે. અખબારે દાવો કર્યો છે કે, ટ્રમ્પે વર્ષ 2014માં રાષ્ટ્રપતિનો કાર્યભાર સંભાળ્યા પછી દરરોજ લગભગ 12 જેટલા જૂઠા કે ભ્રામક દાવા કર્યા છે.
અખબારના જણાવ્યા અનુસાર રાષ્ટ્રપતિ ટ્રમ્પનો દરેક પાંચમો દાવો ઈમિગ્રેશન અને હસ્તાક્ષર અંગેનો હતો. આ ઉપરાંત ટ્રમ્પના કુલ જૂઠા કે ભ્રામક દાવાઓમાંથી લગભગ 10 ટકા ટ્રેડ અને રશિયા દ્વારા 2016ની રાષ્ટ્રપતિ ચૂંટણીમાં હસ્તક્ષેપ સંબંધિત હતા. આટલું જ નહીં, ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના એક જ નિવેદન મુદ્દે અનેક દાવા જુદા-જુદા હતા.
મધ્યસ્થતા વિવાદ: ‘PM મોદી આવીને કહે US રાષ્ટ્રપતિ ખોટુ બોલે છે, તો અમે વાત માનીશું’
જૂઓ ટ્રમ્પના આવા જ કેટલાક જૂઠા કે ભ્રામક દાવા
- ભારત અને ચીન વિશ્વમાં સૌથી વધુ પ્રદૂષણ ફેલાવે છે, નહીં કે અમેરિકા.
- ભારતને 2020 સુધીમાં તેનું કોલસાનું ઉત્પાદન બમણુ કરવાની મંજુરી મળી જશે.
- ભારત વિકસિત દેશો પાસેથી અબજો,અબજો અને અબજો ડોલરની વિદેશી સહાય મેળવે છે.
ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા માત્ર ભારત જ નહીં પરંતુ વિશ્વના અન્ય દેશો માટે પણ આવા જ ખોટા નિવેદનો આપવામાં આવ્યા છે અને જેમાં કોઈ પ્રકારનું તથ્ય હોતું નથી.
જૂઓ LIVE TV....