Donald Trump News: અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ચૂંટણીમાં ફ્રોડ આરોપસર હાલ તો જેલમાં જતા બચી ગયા છે. કોર્ટે તેમને 2 લાખ ડોલરના બોન્ડ પર જામીન આપ્યા છે. આ અગાઉ  કેસ દાખલ થતા તેઓ સરન્ડર થવા માટે જ્યોર્જિયાની જેલ પહોંચ્યા હતા. તેના આગમનની સૂચના પર જેલની આજુબાજુ સુરક્ષા કડક કરવામાં આવી હતી. ટ્રમ્પે આ કેસને પોતાના વિરુદ્ધ ષડયંત્ર ગણાવ્યું છે. ન્યૂઝ એજન્સી એએફપીના હવાલે મળેલી જાણકારી મુજબ ધરપકડ બાદ ટ્રમ્પનો મગશોટ પણ લેવાયો તો. ટ્રમ્પના જેલમાં સરન્ડર કરવાથી રાષ્ટ્રપતિ ચૂંટણી માટે તેમનું રેટિંગ વધી શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ડિસ્ટ્રિક્ટ એટોર્ની પર કાઢ્યો બળાપો
ડોનાલ્ડ ટ્રમ્પ પ્લેનથી ન્યૂજર્સીના નેવાર્કથી જ્યોર્જિયા (એટલાન્ટા) પહોંચ્યા. રવાના થતા પહેલા ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ પર ડિસ્ટ્રિક્ટ એટોર્ની ફાની વિલિસ પર બળાપો કાઢ્યો હતો. ફાનીએ જ ટ્રમ્પ વિરુદ્ધ ચોથો કેસ દાખલ કરાવ્યો છે. ટ્રમ્પે દાવો કર્યો કે એટલાન્ટામાં અપરાધનો દર વધવા બદલ તેઓ જ જવાબદાર છે. 


શું હોય છે મગશોટ
આ મગ શોટ કોઈ અપરાધીનો રેકોર્ડની શરૂઆત કરવા માટે બનાવવામાં આવે છે. આ એક પ્રકારથી ક્રાઈમ કેસ હિસ્ટ્રી શરૂ કરવાનું માની શકાય છે. 


શું છે મામલો
અત્રે જણાવવાનું કે ડોનાલ્ડ ટ્રમ્પ પર વર્ષ 2020માં થયેલી અમેરિકાની રાષ્ટ્રપતિ ચૂંટણીના પરિણામોમાં હેરફેરના પ્રયાસોનો આરોપ છે. આ આરોપોની વિશેષ વકીલે તપાસ કરી અને ત્યારબાદ 45 પાનાની ચાર્જશીટ દાખલ કરવામાં આવી. આ ચાર્જશીટમાં ફરિયાદને યોગ્ય ગણાવવામાં આવતા 4 આરોપ લગાવવામાં આવ્યા. તેમાં અમેરિકાને દગો આપવાનું ષડયંત્ર, સરકારી કાર્યવાહીમાં વિધ્ન નાખવાનું ષડયંત્ર, અપરાધિક કાર્યવાહીમાં વિધ્ન નાખવાનું અને અધિકારો વિરુદધ ષડયંત્ર રચવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. 


જનતાને ભડકાવવાની કોશિશ
ટ્રમ્પ વિરુદ્ધ દાખલ કરાયેલી ચાર્જશીટમાં કહેવાયું છે કે તેમણે ઈલેક્શન જીતવા માટે જનતાને ભડકાવી અને ખોટા દાવા કર્યા. તેમણે પોતાના ખટા દાવાને મોટા સ્તર પર પ્રસારિત કરાવીને જનતાને ગુમરાહ કરી જેનાથી પબ્લિકમાં અસંતોષ ફેલાયો. આમ કરવા પાછળ જનતામાં ચૂંટણી પ્રત્યે અસંતોષ પેદા કરવાનો હતો. ટ્રમ્પ વિરુદ્ધ આરોપ  લગાવવામાં આવ્યો કે તે ષડયંત્ર દ્વારા ખુરશી જાળવી રાખવા માંગતા હતા.