વોશિંગ્ટન: અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump)ટ્વિટરની કાર્યવાહીથી ભડકી ગયા છે. તેમનું પર્સનલ એકાઉન્ટ બંધ થઇ ગયું હોવાછતાં સત્તાવાર ટ્વિટર હેન્ડલ વડે ટ્વીટ કરીને પોતાની ભડાસ નિકાળી. તેમણે માઇક્રોબ્લોગિંગ સાઇટ પર જોરદાર હુમલો કરતાં આરોપ લગાવ્યો કે ટ્વિટર (Twitter) દ્વારા ડેમોક્રેટ્સ સાથે મળીને 'ફ્રી સ્પીચ'ને ખતમ કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. એટલું જ નહી ટ્રમ્પે પોતાનું નવું પ્લેટફોર્મ તૈયાર કરવાની વાત પણ કહી. જ્યાં તે ખુલીને પોતાની વાત રાખી શકે છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Gold Silver Latest: 8,000 રૂપિયા સસ્તુ થયું સોનું! જાણો તમારા શહેરનો ભાવ


નવી Tweet પણ હટાવી
કેપિટલ હિલ (Capitol Hill) હિંસા બાદ ટ્વિટર (Twitter) એ સખત પગલાં ભરતાં ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) ના એકાઉન્ટને સ્થાપીરૂપથી બંધ કરી દેવામાં આવ્યું છે. કંપનીની આ કાર્યવાહીનો જવાબ આપવા માટે ટ્રમ્પે સત્તાવાર ટ્વિટર હેન્ડલનો ઉપયોગ કર્યો. તેમણે કહ્યું કે 'હું લાંબા સમયથી કહેતો હતો કે ટ્વિટર 'ફ્રી સ્પીચ'ને બેન કરી રહ્યું છે અને આજે તેમના ડેમોક્રેટ્સ અને કટ્ટર લેફ્ટ સાથે મળીને મને ચૂપ કરાવવા માટે મારા એકાઉન્ટને બંધ કરી દીધું. જોકે ટ્વિટરે ટ્રમ્પે આ ટ્વીટને પણ થોડી મિનિટોમાં ડિલીટ કરી દીધી.


Incredible India: પૈસા ઉપાડવા બેંકમાં પહોંચી લાશ, કર્મચારીઓના ઉડી ગયા હોશ


Video ને લઇને પણ ઘેરાયા Trump
કેપિટલ હિલ પર થયેલા હુમલાને લઇને ડોનાલ્ડ ટ્રમ્પની ચોતરફ ટીકા થઇ રહી છે. બુધવારે હજારોની સંખ્યામાં ટ્રમ્પના સમર્થકોએ દેશની સંસદ કેપિટલ પર હુમલો કર્યો હતો. હિંસા દરમિયાન પાંચ લોકોના મોત થયા હતા. આ દરમિયાન ટ્રમ્પનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં તેમનો આખો પરિવાર જોવા મળી રહ્યો છે. આ વીદિયો કેપિટલ બિલ્ડિંગની ઘેરાબંધીના થોડા સમય પહેલાંનો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. જેમાં ટ્રમ્પ અને તેમનો પરિવાર પાર્ટી કરતો જોવા મળી રહ્યો છે. આ વીડિયોને ડોનાલ્ડ ટ્રમ્પના પુત્ર ટ્રમ્પ જૂનિયર (Donald Trump Jr.)એ શૂટ કર્યો હતો. સોશિયલ મીડિયા પર તમામ લોકો ટ્ર્મ્પના આ વીડિયોને શેર કરી જોરદાર ટીકા કરી રહ્યા છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube