વોશિંગ્ટન: અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કાશ્મીર મુદ્દે પાકિસ્તાનને વાતચીતની સલાહ આપી દીધી છે. પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન સાથે શુક્રવારે ટ્રમ્પે ફોન પર વાતચીત દરમિયાન કહ્યું  કે જો પાકિસ્તાન જમ્મુ અને કાશ્મીર મુદ્દે ભારત સાથે તણાવ ઓછો કરવા માંગતુ હોય તો તેણે દ્વિપક્ષીય વાર્તાનું મહત્વ સમજવું પડશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કંગાળ પાકિસ્તાનને પડ્યો મોટો ફટકો, અમેરિકાએ આર્થિક મદદમાં મૂક્યો મસમોટો કાપ


હકીકતમાં જમ્મુ અને કાશ્મીરમાં કલમ 370માં ફેરફાર મુદ્દે પાકિસ્તાનના દબાણને વશ થઈ ચીને UNSCની બેઠકમાં આ મુદ્દો ઉઠાવ્યો. પરંતુ શુક્રવારે થયેલી આ બેઠકમાં કે જે 'ક્લોઝ્ડ ડોર' હતી તેમા પાકિસ્તાન અને ચીનને દુનિયાના કોઈ પણ દેશનું સમર્થન મળ્યું નથી. રશિયા સહિત તમામ અન્ય દેશોએ ભારતનું સમર્થન કર્યું. પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને ટ્રમ્પને ફોન કરીને અમેરિકાને પોતાના પક્ષમાં કરવાની કોશિશ કરી હતી પરંતુ અમેરિકા આ મામલો દ્વિપક્ષીય ગણાવીને તેમની આશાઓ પર પાણી ફેરવી દીધુ. 


જુઓ LIVE TV


વિશ્વના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...