ડોનાલ્ડ ટ્રમ્પ ચૂંટણી જીતતા જ આંતરરાષ્ટ્રીય રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. અમેરિકી મીડિયા રિપોર્ટ્સ મુજબ ટ્રમ્પે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિન સાથે યુક્રેન-રશિયા યુદ્ધ પર વાતચીત કરી. પરંતુ રશિયાએ આ દાવા ફગાવતા તેને સંપૂર્ણ રીતે ખોટું જણાવ્યું છે. પુતિનના પ્રવક્તાનું કહેવું છે કે એવી કોઈ વાતચીત થઈ નથી અને આ જાણકારી સંપૂર્ણ રીતે ખોટી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ક્રેમલિને ફગાવ્યો દાવો
ક્રેમલિનના પ્રવક્તા દિમિત્રી પેસ્કોવે અમેરિકી મીડિયા દ્વારા કરાયેલા દાવાને સંપૂર્ણ રીતે અસત્ય ગણાવ્યા છે. તેમણે સ્પષ્ટ  કર્યું કે ડોનાલ્ડ ટ્રમ્પ અને પુતિન વચ્ચે યુક્રેન યુદ્ધ પર કોઈ વાતચીત થઈ નથી. પેસ્કોવે આ રિપોર્ટને એક કાલ્પિનિક કહાની ગણાવ્યો છે. 


વોશિંગ્ટન પોસ્ટનો દાવો
અત્રે જણાવવાનું કે વોશિંગ્ટન પોસ્ટે રવિવારે દાવો કર્યો હતો કે ટ્રમ્પ અને પુતિન વચ્ચે પહેલીવાર ચૂંટણી જીત્યા બાદ વાતચીત થઈ છે. રિપોર્ટમાં કહેવાયું હતું કે ટ્રમ્પે પુતિનને યુદ્ધને આગળ ન વધારવાનો આગ્રહ કર્યો. જો કે ક્રેમલિનનું કહેવું છે કે આ રિપોર્ટ ખોટો છે. 


ટ્રમ્પના શાંતિના પ્રયત્નો
ટ્રમ્પે પોતાના ચૂંટણી પ્રચાર વખતે યુક્રેન યુદ્ધને જલદી સમાપ્ત કરાવવાનો વાયદો કર્યો હતો. રિપોર્ટ્સ મુજબ તેમણે કેટલાક નેતાઓ સાથે વાતચીતમાં આ મુદ્દે પોતાના વિચાર વ્યક્ત કર્યા છે. ટ્રમ્પનું માનવું છે કે એક સમજૂતિના માધ્યમથી શાંતિ બહાલ થઈ શકે છે. 


કેટલાક રિપોર્ટ્સ મુજબ ટ્રમ્પની યોજનામાં યુરોપીયન અને બ્રિટિશ સેનાઓ દ્વારા એક બફર ઝોન બનાવવાનો પ્રસ્તાવ છે. જે રશિયા અને યુક્રેનની સેનાઓને અલગ કરશે. જે હેઠળ અમેરિકા સૈન્ય યોગદાન નહીં કરે અને ફક્ત યુરોપીયન સેનાઓ પાસે આ વિસ્તારમાં શાંતિ જાળવી રાખવાની અપેક્ષા રહેશે. 


યુરોપીયન સેનાઓ પર ભાર
ટ્રમ્પની ટીમે એ સ્પષ્ટ કર્યું છે કે અમેરિકા આ યોજનામાં પોતાના સૈનિક મોકલશે નહીં. ટ્રમ્પના નીકટના સૂત્રોના જણાવ્યાં મુજબ અમેરિકા ફક્ત તાલિમ અને સહાયતા પ્રદાન કરી શકે છે. પરંતુ યુદ્ધભૂમિમાં શાંતિ જાળવી રાખવાી જવાબદારી યુરોપીયન દેશો પર રહેશે. 


રશિયાની આશા
રશિયાએ ટ્રમ્પના યુક્રેન પર વલણને સકારાત્મક સંકેત તરીકે જોયો છે. ક્રેમલિન પ્રવક્તા પેસ્કોવે કહ્યું કે ટ્રમ્પની સમજૂતિઓના માધ્યમથી શાંતિ જાળવવાનો પ્રયાસ રશિયા માટે એક સકારાત્મક સંકેત છે. જો કે તેમણે એમ પણ કહ્યું કે એ જોવું મુશ્કેલ છે કે ટ્રમ્પ પદ સંભાળ્યા બાદ કેવું પગલું ભરશે. 


યુક્રેનના વલણમાં ફેરફાર નહીં
જ્યાં ટ્રમ્પ અને પુતિન વચ્ચે વાતચીતની અફવા ઉડી ત્યાં યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર જેલેન્સ્કીએ સ્પષ્ટ કર્યું કે યુક્રેન કોઈ પણ સંજોગોમાં પોતાના ક્ષેત્રોથી પાછળ નહીં હટે. જેલેન્સ્કીએ પુતિનની શરતોને ફગાવી દીધી છે. 


અમેરિકા-રશિયાના સંબંધો પર અસર
ટ્રમ્પના સત્તામાં પાછા ફરવાની ખબરથી અમેરિકા રશિયાના સંબંધોમાં નવી હલચલ છે. ટ્રમ્પે ચૂંટણી પ્રચાર વખતે યુક્રેનને અપાતી અમેરિકી મદદ પર સવાલ ઉઠાવ્યા હતા. જેનાથી એ સંભાવના જતાવવામાં આવી રહી છે કે તેમના નેતૃત્વમાં અમેરિકાનું યુક્રેન યુદ્ધ પર વલણ બદલાઈ શકે છે.