ગ્લાસ્ગો: એક વ્યકતિ ગેરકાનૂની રીતે ફેસબુક પર પોતાના સ્પર્મની જાહેરાત આપી 22 બાળકોનો પિતા બન્યો હોવાનો આરોપ છે. ગ્લાસ્ગોના રહેવાસી આ 39 વર્ષીય વ્યક્તિએ પોતાના પર લાગેલા આરોપોને સ્વિકારી લીધા છે. એંથની ફ્લેચર (નામ બદલવામાં આવ્યું છે)એ જણાવ્યું કે જે મહિલાઓ બાળકો માટે તરસતી હતી, તે તેમને તેના ઘરે બોલાવતો હતો અને પોતાના સ્પર્મ આપતો હતો. જોકે તે તેના માટે પૈસા લેતો ન હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

'ધ સન'ના અહેવાલ અનુસાર ફ્લેચરે જણાવ્યું કે તેને લગભગ 50 જેટલી મહિલાઓને સ્પર્મ ડોનેટ કર્યા જે સમગ્ર યૂનાઇટેડ કિંગડમમાંથી તેની પાસે ફક્ત એક બાળકની આશામાં પહોંચી હતી. ફ્લેચર કહે છે કે 5 વર્ષ પહેલાં જ આ પ્રેરણા મળી હતી કે તે મહિલાઓને મફતમાં સ્પર્મ પુરા પાડીને મદદ કરી શકે છે જેમને બાળકો નથી થઇ રહ્યા. 


જોકે, ડોક્ટરોએ ફ્લેચરની આ હરકતને ખૂબ જ ખતરનાક ગણાવી છે. શરૂઆતમાં ફ્લેચરે એક ક્લિનિકના માધ્યમથી કાનૂની રીતે પોતાના સ્પર્મ ડોનેટ કરવાનું શરૂ કર્યું હતું. જોકે આ પ્રક્રિયાથી જન્મેલા કોઇપણ બાળકને પિતાની ઓળખ ત્યારે જણાવવામાં આવે છે જ્યારે તે 18 વર્ષનું થઇ જાય છે. એટલા માટે ફ્લેચરે પોતાના સ્પર્મને ફેસબુક વેચવાનું શરૂ કરી દીધું. 


યૂનાઇટેડ કિંગડમમાં હ્યૂમન ફર્ટિલાઇજેશન એન્ડ એમ્બ્રાયોલોજી ઓથોરિટીના લાઇસન્સ વિના શુક્રાણુ અને ઇંડા દાન કરવા ગેરકાનૂની છે. ફ્લેચરે ફેસબુક પર લખ્યું, 'હું એક સક્રિય અને અનુભવી સ્પર્મ ડોનર છું. ગ્લાસ્ગોથી થોડા માઇલના અંતરે રહું છું. હું અત્યારે પણ મહિલાઓને ગર્ભવતી થવામાં મદદ કરી શકું છું. સિંગલ મહિલાઓ, સમલૈંગિક કપલો અને વિષમલૈંગિક સંબંધોમાં રહેતી મહિલાઓને સ્પર્મ ડોનેટ કરવામાં મને ખુશી થશે.'


ફ્લેચરે આગળ લખ્યું 'મને તમારું લોકેશન જણાવો, તમારી ઉંમર, રિલેશનશિપ સ્ટેટસ અને ડોનેશન પ્રક્રિયા, જે તમે ઇચ્છો છો, તે જણાવો. હું સ્પર્મ ડોનેશન માટે પૈસા લેતો નથી.'