લંડન : બ્રિટનની કોર્ટે ગુરૂવારે પોતાનાં ચુકાદામાં દુબઇનાં શાસક શેખ મોહમ્મદ બિન રાશિદ અલ મક્તુમને પોતાની પુત્રીના અપહરણ કરાવવા મુદ્દે દોષીત ઠેરવ્યા છે. કોર્ટે સુનવણી દરમિયાન કહ્યું કે, દુબઇ શાસકે પોતાની પૂર્વ પત્નીને ડરાવ્યા ધમકાવ્યા જેના કારણે તેઓ પોતાનાં બે બાળકો સહિત લંડન ભાગવા માટે મજબુર થયા. અત્રે ઉલ્લેખનીય છે કે, 70 વર્ષીય શેખર મોહમ્મદ બિન રાશિદની પૂર્વ પત્ની પ્રિંસેસ હયા એપ્રીલ મહિનામાં પોતાનાં પતિ સાથે આતંકિત થઇને તેમનાથી અલગ થઇ ગયા હતા. તેઓ પોતાનાં પુત્ર જાયેદ (7) અને પુત્રી અલ જાલિલા (11)ને લઇને બ્રિટન ભાગી ગયા હતા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

યોગી સરકાર: બેથી વધારે બાળકો હશે તો નહી મળે સરકારી નોકરી, ચૂંટણી પણ નહી લડી શકો !
70 વર્ષીય શેખ મોહમ્મદ બિન રાશીદ યુએઇનાં ઉપ રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન પણ છે. બીજી તરફ પ્રિંસેસ હયા જોર્ડનનાં દિવંગત રજા હુસૈનની પુત્રી છે અને જોર્ડનનાં રાજાની સોતેલી બહન છે. બ્રિટિશ રાજગાદીનાં ઉત્તરાધિકારીઓની સાથે પણ તેમને નજીકના સંબંધ છે. પ્રિંસેસનાં ફરાર થયા બાદ દુબઇ શાસક પોતાનાં બંન્ને બાળકોને યુએઇ પર લાવવા માંગતા હતા. જો કે હયાએ લંડનની કોર્ટમાં બાળકોની કસ્ટડી માટે કેસ દાખલ કરી દીધો અને કોર્ટે નોન મોલેસ્ટેશન ઓર્ડર ઇશ્યું કરવાની અપીલ પણ કરી દીધી. હયાએ લંડન કોર્ટમાં સુનવણી દરમિયાન જજનાં અપહરણ અને પતિ દ્વારા બંન્ને વયસ્ક પુત્રીઓને નજરબંધી અંગે પણ તપાસ કરવા માટે કહેવામાં આવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે હયા 2004માં શેખની છઠ્ઠી પત્ની બન્યા હતા. દુબઇના શાસકની પૂર્વ પત્નીઓ સાથે પણ અનેક બાળકો છે.


Yes Bank મા ફસાયા છે પૈસા? આ સરળ રીતથી 5 લાખ રૂપિયા ઉપાડી શકાશે !
શેખ મોહમ્મદે કોર્ટની સુનવણીને જાહેરથી અટકાવવા માટે તમામ પ્રયાસો કર્યા પરંતુ સુપ્રીમ કોર્ટે તેમની અરજી ફગાવી દીધી હતી. જજ એન્ડ્યૂ મેકફરલેને જોયું કે, શેખ મોહમ્મદે ઓગષ્ટ 2000માં પોતાની 19 વર્ષીય પુત્રી શેખ શમસાનું અપહરણ કરાવ્યુંહ તું. ત્યાર બાદ તેને પરાણે દુબઇ પરત ફરવા માટે મજબુર કરવામાં આવ્યા અને તેની આઝાદી પણ છીનવી લેવામાં આવી. જજે નોંધ્યું કે, શમસાની બહેન લતીફાની સાથે પણ આ જ વર્તન કરવામાં આવ્યું અને તેને પણ ફરીથી પરાણે  દુબઇ પરત લાવવામાં આવ્યા માર્ચ 2018માં જ્યારે લતીફાએ દેશ છોડીને ભાગવાનો પ્રયાસ કર્યો હતો તો સમગ્ર વિશ્વનાં મીડિયામાં તે મુદ્દે સમાચારો બન્યા હતા. કોર્ટની સુનવણી થયા બાદ શેખ મોહમ્મદે આ દાવાઓને સંપુર્ણ રીતે ફગાવી દીધા અને કહ્યું કે, આ કેસ તેમના અંગત જીવન અને બાળકો સાથે જોડાયેલો છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube