Western Disturbance: વિશ્વમાં ક્લાઈમેટ ચેન્જ એક મોટી સમસ્યા બની ગઈ છે. વગર સિઝને વરસાદ, ઠંડીમાં ઘટાડો અને ગરમીમાં વધારો થઈ રહ્યો છે. વિશ્વના મોટાભાગના દેશો આ સંકટનો સામનો કરી રહ્યા છે. ત્યારે યુકેની એક યુનિવર્સિટીએ જે રિસર્ચ કર્યું છે, તેનાથી દુનિયાની ચિંતા વધી ગઈ છે. ત્યારે શું કહે છે આ રિપોર્ટ, જાણવા માટે જોઈએ આ ખાસ રિપોર્ટ.. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતની ITI માં મહિલાઓની ભરતીમાં ઉછાળોઃ કારણ જાણશો તો તમે પણ એડમિશન માટે મુકશો દોટ
કોઇને કહ્યા વિના હોળીની રાત્રે ગુપચૂપ કરજો આ ઉપાય, ધમાધમ થશે રૂપિયાનો વરસાદ


વિશ્વ પર ક્લાઈમેટ ચેન્જનું સંકટ                            
દુનિયામાં માનવીય ગતિવિધીઓના કારણે તાપમાનનો પારો સતત વધી રહ્યો છે પરંતુ આ પારાની સાથે વધી રહ્યું છે વિશ્વ પર સંકટ. 2023નું વર્ષ ઈતિહાસનું બીજુ સૌથી ગરમ વર્ષ રહ્યું. જે આગામી જોખમ માટેનો એક સંકેત છે ત્યારે યુકેની ઈસ્ટ એન્ગિલિયા યુનિવર્સિટીએ એક રિસર્ચ બાદ મોટી ચેતવણી આપી છે. જે મુજબ ભારતમાં જો સરેરાશ તાપમાન હજુ 3 ડિગ્રી સુધી વધ્યું તો વિનાશ સર્જાઈ શકે છે. હિમાલય ક્ષેત્રનો લગભગ 90 ટકા ભાગ સુકાઈ જશે. ખેતરોની જમીન બિનઉપજાઉ બની જશે અને વગર સિઝનમાં વરસાદી સંકટ આવી પડશે. 


BIG NEWS: ગુજરાતમાં જંત્રી રેટથી નહીં વસૂલાય ફ્લેટોની ફી, રિડેવલોપમેન્ટમાં આવશે તેજી
ચારેબાજુ ધૂમાડો, જમીન પર પડ્યા લોકો...બેંગલુરૂના કેફેમાં બ્લાસ્ટનો વીડિયો સામે આવ્યો


ઈસ્ટ એન્ગિલિયા યુનિવર્સિટીની રિપોર્ટમાં ઉલ્લેખ કરાયો છે કે, ગ્લોબલ વોર્મિંગને 1.5 ડિગ્રી સેલ્સિયસ સુધી રોકવાથી મોટા સંકટને ટાળી શકાય છે. રિસર્ચ કરનાર ટીમનો દાવો છે કે, તાપમાનમાં 3 ડિગ્રીનો વધારો થવાથી અનાવૃષ્ટીની સ્થિતિ સર્જાશે. એક દેશમાં 50 ટકાથી વધુ કૃષિ જમીન એકથી 30 વર્ષ સુધી બંજર બની શકે છે. જોકે ભારતમાં ગ્લોબલ વોર્મિંગને 1.5 ડિગ્રી સેલ્સિયસ પર સિમિત રખાય તો આ જોખમ 21 ટકા સુધી ઓછુ થઈ શકે છે.  સાથે જ વારંવાર સર્જાતી પૂરની સ્થિતિને પણ રોકવામાં સફળતા મળી શકે.


મે મહિનામાં સર્જાશે ગજલક્ષ્મી યોગ, આ 5 રાશિઓને ચારેય દિશામાંથી મળશે ફાયદો જ ફાયદો
લોટ-ચોખા બાદ સરકાર વેચશે સસ્તી 'ભારતીય મસૂર દાળ', શું હશે ભાવ અને ક્યાં મળશે?


યુનિવર્સિટીની રિસર્ચ ટીમે 8 અધ્યયનોના આધારે રિપોર્ટ તૈયાર કર્યો છે.. જેના કેન્દ્રમાં ભારત, બ્રાઝિલ, ચીન, મિસ્ત્ર, ઈથિયોપિયા અને ધાના દેશ છે. તેમનો દાવો છે કે, ગ્લોબલ વોર્મિંગ મુદ્દે થયેલી ભારત-પેરિસ સમજૂતીનો યોગ્ય રીતે અમલ કરાય તો ભારતમાં ગરમીથી વધનારું સંકટ 80 ટકા ઘટાડી શકાય છે. ટૂંકમાં હવે વિશ્વએ ગ્લોબલ વોર્મિંગને લઈને અત્યંત ગંભીર થવાનો સમય આવી ગયો છે.. જો સમય રહેતા તેના પર યોગ્ય પગલા નહીં લેવાય તો ગ્લોબલ વોર્મિંગમાં 3 ડિગ્રી પારો વધવાની શક્યતાને કોઈ રોકી નહીં શકે.


સામે આવ્યો મુકેશ અંબાણી-નીતા ભાભીનો રોમેન્ટીક ડાન્સ વિડીયો, ક્યૂટ લાગે છે કપલ
બેંગ્લોરના રામેશ્વર કેફેમાં બ્લાસ્ટ, 5 લોકો ગંભીર રીતે ઘાયલ, ભેદી બ્લાસ્ટની તપાસ શરૂ