વોશિંગ્ટન: અમેરિકી સંસદના બંને સદનોને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બુધવારે સંબોધન કર્યું. આ સંબોધન દરમિયાન  કેન્સરની જંગ જીતનાર 10 વર્ષની બાળકી ગ્રેસ એલીને બધાના મન જીતી લીધા. પોતાના સંબોધન દરમિયાન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ બાળકીને બધા માટે પ્રેરણાસ્ત્રોત ગણાવી. ગ્રેસને બ્રેઈન ટ્યુમર હતું અને તેણે ખુબ બહાદુરીથી પોતાની આ કેન્સર વિરુદ્ધની જંગ લડી બતાવી. આટલી નાની ઉંમરમાં પોતાના જન્મદિવસ પર લોકો પાસેથી ભેટ મેળવવાની જગ્યાએ તે લોકોને સેન્ટ જ્યૂડ ચિલ્ડ્રન્સ રિસર્ચ હોસ્પિટલને દાન આપવા માટે અપીલ કરતી રહી છે. ગ્રેસ જ્યારે 9 વર્ષની થઈ ત્યારે ખબર પડી હતી કે તેને બ્રેઈન ટ્યુમર છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ 'મૂછાળી' રાજકુમારી માટે લોકો કરતા હતાં પડાપડી, લગ્નની ના પાડી તો 13 જણે મોત વ્હાલુ કર્યું


ગ્રેસે આ દુર્લભ પ્રકારના કેન્સર સામે લડત લડી. ગત વર્ષે તેની કીમોથેરેપી થઈ હતી. હવે જો કે ગત ઓક્ટોબરમાં તેને કેન્સરમુક્ત જાહેર કરી દેવાઈ છે. કેન્સરમાંથી મુક્તિ મેળવ્યા બાદ તે બીજાને કેન્સર સામેની જંગમાં મદદની કોશિશ કરતી રહી છે. ટ્રમ્પે પોતાના સંબધોનની વચ્ચે ગ્રેસનો ઉલ્લેખ કર્યો અને ત્યારબાદ બધાને તેનો પરિચય પણ કરાવ્યો. તેમણે કહ્યું કે આજે રાતે હું પણ તમને કહેવા માંગુ છું કે એક બીજા લડાઈમાં, બાળપણમાં થનારી કેન્સરની લડાઈમાં તમારું સમર્થન આપો.


ટ્રમ્પે કહ્યું કે આજે સાંજે અહીં મેલાનિયાની સાથે જે સામેલ થઈ  રહી છે તે 10 વર્ષની બાળકી ગ્રેસ એલીન છે. ગ્રેસ મેલાનિયા ટ્રમ્પ સાથે બેઠી હતી. ત્યાં હાજર લોકોએ તેને તાળીઓના ગડગડાટ સાથે વધાવી લીધી હતી. ટ્રમ્પે કહ્યું કે ગ્રેસ જ્યારે ચાર વર્ષની હતી  ત્યારેથી તે પોતાના મિત્રોને જુડસ ચિલ્ડ્રન્સ હોસ્પિટલમાં દાન કરવા માટે કહેતી હતી. તે નહતી જાણતી કે એક દિવસ તે પોતે તેની દર્દી બની જશે. 


વિદેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...