નવી દિલ્હી: કોરોના વાયરસ (Coronavirus)ના કારણે નેધરલેન્ડના પ્રધાનમંત્રી માર્ક રૂટ્ટે (Mark Rutte) તેમની માતાને અંતિમ વિદાય આપવા પહોંચી શક્યા નહતા. તેમની માતાનું 13 મેના રોજ 96 વર્ષની વયે અવસાન થયું હતું. પ્રધાનમંત્રી રુટ્ટેની માતા હેગ શહેરમાં તેમના ઘરે રહેતા હતા. અંતિમ ક્ષણે રૂટ્ટે માટે તેમની માતા સુધી પહોંચવું મુશ્કેલ નહોતું, પરંતુ તેમણે લોકડાઉનના નિયમોનું પાલન કરીને ન જવા નક્કી કર્યું હતું. જો કે, પ્રધાનમંત્રીની માતાનું અવસાન કોરોના સંક્રમણના કારણે થયું નથી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- Coronavirus: પરિસ્થિતિ વધુ બની કફોડી! દુનિયામાં મૃત્યુઆંક 3.5 લાખની નજીક


રૂટ્ટેએ પ્રવક્તાઓને જણાવ્યું હતું કે, કોરોના સંક્રમણના કહેરને નિયંત્રિત કરવા માટે લગાવવામાં આવેલા લોકડાઉનના કારણે પ્રધાનમંત્રીએ છેલ્લા સમયમાં પણ તેમની માતાને ન મળવા જવાનો નિર્ણય કર્યો હતો. તે તમામ નિયમોનું પાલન કરી રહ્યાં છે. ત્યારે ડચ મીડિયાનું કહેવું છે કે, પ્રધાનમંત્રીની માતાનું અવસાન Covid-19થી થયું નથી. પરંતુ તે પહેલાથી બિમાર હતા.


આ પણ વાંચો:- 'કોરોના વાયરસ તો ફક્ત ઝાંખી છે, અસલ તસવીર તો હજુ બાકી છે'


PM રૂટ્ટેએ તેમની માતાના અવસાન પર શોક વ્યક્ત કરતા કહ્યું કે, આ સમગ્ર પરિવાર માટે મુશ્કેલીનો સમય છે. અમારે માતાની યાદોના સહારે જીવન પસાર કરવાનું છે. અમે પરિવારના સભ્યોની હાજરીમાં માતાને વિદાય આપી છે અને ભગવાનને પ્રાર્થના કરીએ છે કે, અમે આ દુ:ખ સહન કરવાની શક્તિ આપે.


આ પણ વાંચો:- કોરોનાની રસી અંગે અમેરિકી કંપનીએ કરી મહત્વની જાહેરાત, ખાસ જાણો


નેધરલેન્ડે કેટલાક અન્ય યૂરોપીય દેશોની સરખામણીમાં લોકડાઉનના નિયમોમાં થોડી રાહત આપી છે. ડચ અધિકારીઓએ સોમવારથી કેર હોમ જવા માટે લોકોને મંજૂરી આપવાનું શરૂ કર્યું છે. ઉલ્લેખનીય છે કે, અહીં કોરોનાના કારણે અત્યાર સુધીમાં 5 હજાર લોકોથી વધુના મોત થયા છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube