Earth Overshoot Day : આપણે દરરોજ પૃથ્વીને કાપી રહ્યા છીએ, જાણો કેવી રીતે.....
વર્ષ 2019માં આપણને જેટલા કુદરતી સ્રોતનો ઉપયોગ કરવાની જરૂર હતી તેનું `બજેટ` આપણે 29 જુલાઈ, 2019ના રોજ પુરું કરી નાખ્યું છે, એટલે કે હવે પછી આપણે કુદરતી સ્રોત જેમ કે પાણી, જમીન, સ્વચ્છ હવા વગેરેનો ઉપયોગ કરીશું તેટલું આપણી પૃથ્વીને નુકસાન થવાનું છે.
ઝી ડિજિટલ ડેસ્ક/અમદાવાદઃ વર્ષ 2019માં આપણને જેટલા કુદરતી સ્રોતનો ઉપયોગ કરવાની જરૂર હતી તેનું 'બજેટ' આપણે 29 જુલાઈ, 2019ના રોજ પુરું કરી નાખ્યું છે, એટલે કે હવે પછી આપણે કુદરતી સ્રોત જેમ કે પાણી, જમીન, સ્વચ્છ હવા વગેરેનો ઉપયોગ કરીશું તેટલું આપણી પૃથ્વીને નુકસાન થવાનું છે.
ગ્લોબલ ફૂટપ્રિન્ટ નેટવર્કના અભ્યાસ અનુસાર, "માનવીની કુદરતી સ્રોતના ઉપયોગની ભૂખ દિવસે ને દિવસે વધતી જઈ રહી છે. 1970ની સરખામણીએ માનવી આજે પૃથ્વી પર ઉપલબ્ધ કુદરતી જૈવ સંસાધનોનો સૌથી વધુ ઉપયોગ કરી રહ્યો છે. ઉપયોગની સામે જોઈએ તેટલી જીવસૃષ્ટિનો વિકાસ થતો નથી, જેના કારણે પૃથ્વીનું સંતુલન બગડી રહ્યું છે. જો આવુંને આવું જ ચાલતું રહેશે તે 2050 સુધીમાં આપણને 3 પૃથ્વીની જરૂર પડશે."
Earth Overshoot Day : આજની સ્થિતિ રહી તો 2050 સુધી આપણને 3 પૃથ્વીની જરૂર પડશે...!
કેવી રીતે થાય છે 'Earth Overshoot Day'ની ગણતરી
Earth Overshoot Dayની ગણતરી એક વર્ષમાં એક ચોક્કસ તારીખે પૃથ્વી દ્વારા જેટલા કુદરતી સ્રોતનું ઉત્પાદન કરવામાં આવે છે તેના કરતાં માનવ સમુદાય દ્વારા જે-તે વર્ષમાં કુદરતી સ્રોતનો કેટલો વધુ વપરાશ કરવામાં આવ્યો છે. એટલે કે, વિશ્વની બાયોકેપેસિટીને વિશ્વના ઈકોલોજિકલ ફૂટપ્રિન્ટ દ્વારા ભાગવામાં આવે છે અને તેનો 365 દિવસ સાથે ગુણાકાર કરવામાં આવે છે.
(World Biocapacity/ World Ecological Footpring) X 365 = Earth Overshoot Day
આર્થિક દૃષ્ટિએ ગણતરી કરવામાં આવે તો માનવ સમુદાય જે દિવસે જૈવસૃષ્ટિની ખાધ જેટલો વપરાશ કરે છે તે દિવસ Earth Overshoot Day કહેવાશે. એટલે કે, ટૂંકમાં માનવ વસતી એક વર્ષના કેટલાક દિવસમાં પૃથ્વી પર રહેલા પર્યાવરણનો સર્વનાશ કરે છે.
[[{"fid":"226348","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]
World Tiger Day : ભારતમાં 9 વર્ષમાં વાઘની સંખ્યા 692થી વધી 860 થઈ
ગ્લોબલ ફૂટપ્રિન્ટ નેટવર્ક
વિશ્વમાં એક બિનસરકારી સંસ્થા 'ગ્લોબલ ફૂટપ્રિન્ટ નેટવર્ક' દ્વારા 'Earth Overshoot Day'ની ગણતરી કરવામાં આવે છે. આ સંસ્થા દર વર્ષે પર્યાવરણને બચાવવા માટે અભિયાન ચલાવે છે. આ વર્ષે સંસ્થા દ્વારા વ્યક્તિગત અને સામુહિક રીતે '#MoveTheDate' અભિયાન ચલાવાની અપીલ કરવામાં આવે છે. સંસ્થાના જણાવ્યા અનુસાર જો આપણે દર વર્ષે 'Earth Overshoot Day'ને માત્ર 5 દિવસ પણ ચોક્કસ તારીખથી આગળ લઈ જવામાં સફળ રહ્યા તો વિશ્વમાં માનવ સમુદાય 2050 સુધી ટકી રહેશે. વિશ્વની વસતી એક વર્ષમાં પૃથ્વી જેટલા કુદરતી સ્રોતનું સર્જન કરી શકે છે તેટલો વપરાશ કરી નાખે છે.
વિશ્વના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....