Japan માં ભૂકંપના આંચકા , રિક્ટર સ્કેલ પર તીવ્રતા 7.2, સુનામીનું એલર્ટ જાહેર
જાપાનમાં શનિવારે ફરી ભૂકંપના જોરદાર આંકડા અનુભવાયા છે. જાપાનના ઉત્તર પૂર્વીય દરિયાકાંઠાના વિસ્તારોમાં ભૂકંપ બાદ સુનામીની ચેતવણી જાહેર કરવામાં આવી છે.
ટોક્યોઃ જાપાનમાં શનિવારે ભૂકંપના મોટા આંચકા આવ્યા છે. તેની તીવ્રતા રિક્ટરના સ્કેલ પર 7.2 માપવામાં આવી છે. જાપાનના ઉત્તર પૂર્વીય દરિયાકાંઠાના વિસ્તારોમાં ભૂકંપ બાદ સુનામીની ચેતવણી જાહેર કરવામાં આવી છે. હાલમાં જ 11 માર્ચે જાપાનમાં આવેલા ભયંકર ભૂકંપ તથા સુનામીનો એક દાયકો પૂરો થયો હતો.
રાષ્ટ્રીય ભૂકંપ વિજ્ઞાન કેન્દ્રએ આ જાણકારી આપી છે. લોકલ ટીવી ચેનલ એનએચકે પ્રમામે ભૂકંપ આવ્યાના તત્કાલ બાદ સુનામીના પ્રથમ લહેરો આશરે 1 મીટર સુધી ઉંચી ઉઠી અને કિનારા સાથે ટકરાય હતી.
એએફપી પ્રમાણે ભૂકંપ લોકલ સમય અનુસાર સાંજે 6 કલાક 9 મિનિટ પર આવ્યો હતો. ભૂકંપ મિયાગી ક્ષેત્રમાં આશરે 60 કિલોમીટરના ઉંડાણમાં આવ્યો હતો. ભૂકંપ બાદ ન્યૂક્લિયર પ્લાન્સનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. આ સિવાય લોકલ રેલવેએ ટ્રેન સેવાને રોકી દીધી છે, જેમાં શિંકાનસેન બુલેટ ટ્રેન સેવા પણ સામેલ છે.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube