બીજિંગ : ચીન - પાકિસ્તાન આર્થિક કોરિડોર (CPEC) સાથે પાકિસ્તાનનો આર્થિક જોખમ વધારે જોખમાવાની ટીકાને ચીને સોમવારે ફગાવી દીધી હતી. ચીને કહ્યું કે,  આ પહેલ હેઠળ વિકસિત કરવામાં આવી રહેલ 20 ટકાથી ઓછાની યોજનામાં ચીનની લોનનો ઉપયોગ થઇ રહ્યો છે. સીપીઇસી, ચીનનાં શિનજિયાંગ પ્રાંતને બલૂચિસ્તાનનાં ગ્વાદર હવાઇમથકને જોડવાની યોજના છે. 60 અબજ ડોલરની આ યોજના ચીનનાં રાષ્ટ્રપતિ શી ચિનફિંગના મહત્વકાંક્ષી બેલ્ટ એન્ડ રોડ ઇનિશિએટિવ (BRI)નો હિસ્સો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારતીય સેનામાં સ્વદેશી 'ઘનુષ' તોપનો સમાવેશ, બોફોર્સ કરતા પણ વધારે મારક ક્ષમતા

ચીનનાં બીઆરઆઇ યોજના પર આગળ વધવાની સાથે જ તેની આકરી નિંદા પણ થઇ રહી છે. ટીકાકારોનું કહેવું છે કે ચીની યોજનાઓ તેની વ્યવહારિકતાનો પુર્ણ અભ્યાસ કર્યા વગર ભારે વ્યાજદર પર નિર્મિત કરવામાં આવી રહી છે. જેનાં કારણે નાના દેશો ભારે દેવામાં ડુબી જશે. પાકિસ્તાનની પણ આ જ સ્થિતી સર્જાશે. 
ફારુક અબ્દુલ્લાની તુમાખી: 370 કોણ રદ્દ કરે છે કાશ્મીરમાંથી હું જોઉ છું
ભારતે પણ સીપીઇસી યોજનાનો કર્યો છે વિરોધ
ભારતે સીપીઇસી યોજનાનો વિરોધ કર્યો છે કારણ કે આ વિવાદિત પાકિસ્તાનનાં કબ્જાવાળા કાશ્મીરમાંથી પસાર થાય છે. ચીનનાં વિદેશ મંત્રાલયના પ્રવક્તા લુ કાંગે સોમવારે કહ્યું કે, સીપીઇસી નવા યુગમાં ચીન અને પાકિસ્તાનનાં સહયોગનું પ્રતિક છે અને બીઆરઆઇનો એક મહત્વપુર્ણ પાયલોટ પ્રોજેક્ટ પણ છે. તેમણે કહ્યું કે, હાલનાં સીપીઇસી યોજનામાં આશરે 20 ટકા કરતા પણ ઓછી ચીની લોનથી વિકસિત થઇ રહ્યું છે. તેમાં 80 ટકાથી વધારે યોજનામાં કાં તો ચીનનું સીધુ રોકાણ છે અથવા તો ચીને આપેલી લોનનો ઉપયોગ થઇ રહ્યો છે. કાંગે કહ્યું કે, તેનાંથી પાકિસ્તાન પર કોઇ જ ભારણ નહી આપે.