ઈક્વાડોરથી એક ખુબ જ ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. જ્યાં કેટલાક બંદૂકધારીઓ એક ટીવી સ્ટુડિયોમાં ઘૂસી ગયા અને આ નકાબપોશ બંદૂકધારીઓએ ત્યાં હાજર લોકો અને સુરક્ષાકર્મીઓને મારી નાખવાની ધમકી આપી. સમાચાર એજન્સી એપીના રિપોર્ટ મુજબ ગુઆયાક્વિલ શહેરમાં ટીસી ટેલિવિઝન નેટવર્કના સેટમાં ચહેરો ઢાકેલા લોકો ઘૂસી ગયા અને જોરથી બૂમ પાડીને કહ્યું કે તેમની પાસે બોમ્બ છે. આ દરમિયાન લાઈવ ટીવી પર ફાયરિંગનો અવાજ પણ સંભળાયો. બંદૂકધારીઓએ કર્મચારીઓને જમીન પર સૂઈ જવા કહ્યું. એક બંદૂકધરી કર્મચારીના માથે બંદૂક તાણતો અને ધમકાવતો પણ જોવા મળ્યો. એક મહિલા એવું પણ કહેતી સંભળાઈ કે ગોળી ન મારો, પ્લીઝ  અમને ગોળી ન મારો. 


આ દરમિાયન લગભગ 30 મિનિટની અફરાતફરી બાદ પોલીસ અધિકારીઓ સ્ટુડિયોમાં પ્રવેશતા જોવા મળ્યા, ત્યારે કોઈએ કહ્યું કે તેમનો એક સાથી ઘાયલ છે. ત્યારબાદ હુમલાકોરો કથિત રીતે અનેક બંધકો સાથે સ્ટુડિયોની  બહાર નીકળતા જોવા મળ્યા. પોલીસે આ મામલે કેટલાક લોકોની ધરપકડ પણ કરી છે. 


Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube