કાહિરા: યૌન શોષણના મામલે દરેક દેશમાં એક મજબૂત કાયદો બનાવવામાં આવ્યો છે. ત્યારે આ વચ્ચે ઇજિપ્તની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ઇજિપ્તની એક મહિલાએ વાંદરા સાથે ખરાબ વર્તન કર્યું હતું જેના માટે તેને ત્રણ વર્ષની સજા ફટકારવામાં આવી છે. જણાવવામાં આવી રહ્યું છે કે તે મહિલાના મિત્ર આ ઘટનાનો એક વીડિયો રેકોર્ડ કર્યો હતો. ત્યાર બાદ આ વીડિને તેણે ઇન્ટરનેટ પર અપલોડ કર્યો હતો. ત્યાની સ્થાનિક કોર્ટની સામે આ મામલો આવતા કોર્ટે મહિલાને કથિત રીતથી વાંદરાના યૌણ શોષણની દોષી ગણાવીને શુક્રવારે સજા ફટકારી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધુમાં વાંચો: પોલીસકર્મીએ મોતને આપી હાથતાળી, કાચાપોચા બિલકુલ ન જુએ આ VIDEO


ઓક્ટોબરમાં થઇ હતી મહિલાની ધરપકડ
પ્રાપ્ત જાણકારી અનુસાર, 90 સેકન્ડના આ વીડિયોમાં બસમા અહમદ નામની એક મહિલા વાંદરાની સાથે છેડછાડ કરતી જોવા મળી રહી છે. વીડિયોના અનુસાર, મહિલા પાલતુ પશુઓની દુકાનમાં એક વાંદરાના પ્રાઇવેટ પાર્ટને સ્પર્શ કરે છે. તે કરતી વખતે મહિલા સતત હસી રહી હતી. એવું કહેવામાં આવ્યું છે કે આ ઘટનાનો અંજામ આપવા માટે મહિલાની ઓક્ટોબરમાં ધરપકડ કરવામાં આવી હતી. મહિલાને પહેલા ચાર દિવસ કસ્ટડીમાં રાખવામાં આવી હતી. ત્યાર બાદ આ મહિલાની કસ્ટડીનો સમયગાળો સતત વધારવામાં આવી રહ્યો હતો.


વધુમાં વાંચો: YearEnder: દુનિયામાં ભારતીય પાસપોર્ટ બન્યો વધુ શક્તિશાળી, જાણો શું ફાયદો થાય


બે અન્ય કેસમાં પણ છે આરોપી
જોકે, સ્થાનિક કોર્ટમાં મહિલાએ તેની ભૂલને સ્વિકારી લીધી હતી. પરંતુ કોર્ટે આ મામલે મહિલાને સાર્વજનિક રીતે અશ્લીલ વર્તન કરવાની દોષી ગણાવી તેને ત્રણ વર્ષની સજા ફટકારી છે. જણાવી દઇએ કે આ વીડિયો ઇન્ટરનેટ પર વાયરલ થતા જ લોકોએ મહિલાની ધરપકડ કરાવવા માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ કર્યો હતો. જણાવવામાં આવી રહ્યું છે કે મહિલા આ પહેલા પણ આવા બે કેસમાં આરોપી છે.


દુનિયાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...