કાહિરા : ઇજીપ્તમાં સુરક્ષાદળોએ સિનાઇ દ્વીપના અશાંત ઉત્તરી હિસ્સામાં એક અભિયાન દરમિયાન 14 આતંકવાદીઓને ઠાર માર્યા હતા અને એક ટન વિસ્ફોટક પણ જપ્ત કર્યો હતો.સુરક્ષાદળોનાં અનુસાર અલ આરિશ શહેરની બહાર રેતાળ વિસ્તારમાં ઇસ્લામિક આતંકવાદીઓની સાથે સુરક્ષાદળોનું ઘર્ષણ થયું હતું. તેમણે જણાવ્યું કે, આતંકવાદીઓનો ઇરાદ ત્યાં અને રફા શએખ જુવેયીદ શહેર વચ્ચેનાં માર્ગમાં બોમ્બ લગાવવાનો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આપણા દેશની 51% સંપત્તીના માલિક છે માત્ર 9 જણા, સમગ્ર અહેવાલ છે ચોંકાવનારો

અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ ઇજીપ્ત પોલીસે 29 ડિસેમ્બરે અલગ-અલગ દરોડા પાડીને 40 આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યા હતા. એક દિવસ પહેલા 28 ડિસેમ્બરે ગિઝા પિરામીડમાં થયેલા વિસ્ફોટમાં એક વિયતનામનાં ત્રણ પ્રવાસીઓ અને તેના ગાઇડનું મોત નિપજ્યું હતું. ગૃહમંત્રાલયે એક નિવેદનમાં કહ્યું કે, ગીઝા ગવર્નરેટમાં બે સ્થળે દરોડા પાડવામાં આવ્યા. જેમાં 30 આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યા જ્યારે અશાંત ઉત્તરી સિનાઇ વિસ્તારમાં 10 આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યા. તેમાં જણાવાયું કે અધિકારીઓને માહિતી મળી હતી કે શંકાસ્પદ આતંકવાદીઓ રાજ્ય, પર્યન સંસ્થા અને ચર્ચ પર તબક્કાવાર હૂમલા કરવાની ફિરાકમાં છે. 


વારાણસીમાં આજથી પ્રવાસી ભારતીય દિવસ, યોગીએ કહ્યું,'અતિથિ દેવો ભવ:'

ઇજીપ્તનાં ગીઝા પિરામીડ ખાતે ફરવા આવેલા વિયેતનામી પ્રવાસીઓને લઇ જઇ રહેલ એક બસને નિશાન બનાવીને કરાયેલા વિસ્ફોટમાં 4 લોકોનાં મોત નિપજ્યા હતા અને 10 ઘાયલ થયા હતા. અટોર્ની જનરલ નાબિલ અહેમદ સાદેકે એક નિવેદનમાં જણાવ્યું કે, ત્રણેય પર્યટકો ઉપરાંત એક ટૂરિસ્ટ ગાઇડનું પણ મોત નિપજ્યું છે. જે ઇજીપ્તનો નાગરિક છે. એફેનાં રિપોર્ટ અનુસાર બસ ચાલ અને 9 અન્ય વિયેતનામી નાગરિકો ઘાયલ થયા છે.