અમેરિકામાં કોરોનાથી અત્યાર સુધી 8 લાખ મોત, દરરોજ સામે આવી રહ્યાં છે 1 લાખથી વધુ કેસ
અમેરિકાના ટોચના ચેપી રોગ નિષ્ણાત અને રાષ્ટ્રપતિ જો બાઇડેનના મુખ્ય તબીબી સલાહકાર એન્ટની ફાઉચીએ એક ટીવી ચેનલના કાર્યક્રમમાં જણાવ્યું હતું કે એન્ટિ-કોરોના રસીના ત્રણ ડોઝ મહત્તમ સુરક્ષા પ્રદાન કરશે.
વોશિંગટનઃ અમેરિકામાં કોરોના મહામારીને કારણે મૃત્યુઆંક 8 લાખને પાર થઈ ગઈ છે. છેલ્લા 1 લાખ મૃત્યુ 73 દિવસમાં થયા છે. સંક્રમણના મામલા પણ પ્રતિ દિન 1 લાખથી વધુ આવી રહ્યાં છે. લગભગ મોટા ભાગના કેસ ડેલ્ટા વેરિએન્ટના આવે છે અને ઓમિક્રોનના કેસ ઓછા સામે આવી રહ્યાં છે. ઠંડી વધવા અને ઓમિક્રોન વેરિએન્ટને કારણે સંક્રમણ વધવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
ત્રીજા ડોઝથી મળશે વધુ સુરક્ષા
અમેરિકાના ટોચના ચેપી રોગ નિષ્ણાત અને રાષ્ટ્રપતિ જો બાઇડેનના મુખ્ય તબીબી સલાહકાર એન્ટની ફાઉચીએ એક ટીવી ચેનલના કાર્યક્રમમાં જણાવ્યું હતું કે એન્ટિ-કોરોના રસીના ત્રણ ડોઝ મહત્તમ સુરક્ષા પ્રદાન કરશે. જો કે, સંપૂર્ણ રસીકરણનું ધોરણ બે ડોઝ રહેશે.
ઓસ્ટ્રેલિયા: સરકારે બૂસ્ટર ડોઝ માટે રાહ જોવાનો સમયગાળો છ મહિનાથી ઘટાડીને પાંચ મહિના કર્યો છે.
બ્રાઝિલઃ સુપ્રીમ કોર્ટના એક જજે દેશમાં આવતા લોકો માટે વેક્સીન પાસપોર્ટને ફરજીતાય બનાવી દીધો છે. પૂર્ણ રસીકરણ કરાવેલું હશે તેને આવવાની મંજૂરી હશે.
આ પણ વાંચોઃ Omicron Variant: વૈજ્ઞાનિકોનો દાવો- ઓમિક્રોન વિરુદ્ધ બૂસ્ટર ડોઝ અસરકારક, શરીરમાં વધારે છે એન્ટીબોડી
બાંગ્લાદેશઃ અહીં પણ ઓમિક્રોન વેરિએન્ટ પહોંચી ગયો છે. બાંગ્લાદેશની મહિલા ક્રિકેટ ટીમની બે ખેલાડીઓમાં ઓમિક્રોન સંક્રમણ સામે આવ્યું છે.
ઈંગ્લેન્ડમાં 30 વર્ષથી મોટી ઉંમરના લોકોને લાગશે બૂસ્ટર ડોઝ
ઓમિક્રોનના વધી રહેલા કેસને જોતા બ્રિટને ઈંગ્લેન્ડમાં 30 વર્ષથી વધુ ઉંમરના તમામ લોકો માટે બૂસ્ટર ડોઝની મંજૂરી આપી દીધી છે. સોમવારથી તેનું બુકિંગ શરૂ થઈ જશે. બીજા ડોઝના બે મહિના બાદ બૂસ્ટર ડોઝ લાગી જશે. પ્રધાનમંત્રી બોરિસ જોનસન પર પાછલા વર્ષે ડિસેમ્બરમાં ડાઉનિંગ સ્ટ્રીટમાં થયેલી પાર્ટીનો વધુ એક વીડિયો સામે આવ્યા બાદ દબાવ વધી ગયો છે. આ પાર્ટી 15 ડિસેમ્બરે આયોજીત કરવામાં આવી હતી, જેને જોનસને વીડિયો કોન્ફરન્સ દ્વારા સંબોધિત કરી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube