ઇસ્લામાબાદઃ પાકિસ્તાનમાં (Pakistan) એક 8 વર્ષના હિન્દુ બાળકને (Hindu Boy) મોતની સજાનો સામનો કરવો પડી શકે છે. હકીકતમાં આ બાળક વિરુદ્ધ ઈશનિંદા (Blasphemy) વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે, જેમાં દોષીતને સજા-એ-મોતની જોગવાઈ છે. પાકિસ્તાનમાં આ પ્રથમ મામલો છે, જ્યાં ઈશનિંદાના આરોપમાં કોઈ બાળક પણ કેસ ચલાવવામાં આવશે. થોડા દિવસ પહેલા બાળકને કોર્ટે જામીન આપી દીધા હતા, જેના વિરોધમાં પંજાબ પ્રાંતના રહીમ યાર ખાન જિલ્લામાં કટ્ટરપંથીઓની ભીડે હિન્દુ મંદિર (Hindu Temple) પર હુમલો કરી દીધો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એક સપ્તાહ જેલમાં રહ્યો
મિરરના રિપોર્ટ પ્રમાણે ગમેશ મંદિર (Ganesh Temple) પર હુમલા બાદથી હિન્દુઓમાં ડર વધુ છે અને મોટાભાગના લોકો રહીમ યાર ખાન જિલ્લાથી પલાયન કરી રહ્યાં છે. આરોપ છે કે બાળકે મદરેસાની લાઇબ્રેરીમાં પેશાબ કર્યું હતું, ત્યારબાદ તેની ધરપકડ કરવામાં આવી હતી. બાળકને એક સપ્તાહ જેલમાં રાખ્યા બાદ કોર્ટે તેને જામીન આપી દીધા, જેનો કટ્ટરપંથીઓ વિરોધ કરી રહ્યાં છે. 


આ પણ વાંચોઃ Corona ના ડેલ્ટા વેરિએન્ટથી ચીનમાં ડર, અધિકારીઓને આપવામાં આવી રહી છે સજા


તેને ખ્યાલ નથી કે ઈશનિંદા શું છે
તો રહીમ યાર ખાન જિલ્લાના ભોંગમાં અર્ધસૈનિક દળોની તૈનાતી કરવામાં આવી છે. અહીં મંદિર પર હુમલા બાદ હિન્દુ લોકો ખુબ ડરેલા છે અને પોતાના ઘરો છોડી જઈ રહ્યાં છે. રિપોર્ટમાં પીડિત પરિવારની 'ધ ગાર્જિયન' સાથે થયેલી વાતચીતનો પણ ઉલ્લેખ છે. પરિવારનું કહેવું છે કે તેના બાળકને ઈશનિંદા વિશે કંઈ ખ્યાલ નથી, તેને ખોટી રીતે મામલામાં ફસાવવામાં આવી રહ્યો છે. તેને તે પણ ખ્યાલ આવ્યો નથી કે તેનો ગુનો શું છે અને કેમ તેને એક સપ્તાહ માટે દેલમાં રાખવામાં આવ્યો. 


માનવાધિકાર સંગઠનોએ કરી ટીકા
પીડિત પરિવારે આગળ કહ્યું- અમે અમારી દુકાન અને કામ છોડી દીધુ છે. હિન્દુ સમાજ ડરેલો છે. અમે તે વિસ્તારમાં જવા ઈચ્છતા નથી. અમને લાગતું નથી કે અલ્પસંખ્યકની સુરક્ષા માટે કંઈ કરવામાં આવશે કે ગુનેગારો વિરુદ્ધ કાર્યવાહી થશે. ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનના ઈશનિંદા કાયદા  (Pakistan and Blasphemy Law) ની લાંબા સમયથી માનવાધિકાર સંગઠન ટીકા કરી રહ્યાં છે. હાલના કેસ બાદ પણ વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube