Elon Musk Reaction: ટ્વિટરના પૂર્વ સીઈઓ જે ડોર્સીએ ખેડૂત આંદોલન દરમિયાન કેન્દ્રનો વિરોધ કરનારા એકાઉન્ટને  બંધ કરવા માટે સરકાર દ્વારા 'દબાણ'  બનાવવાો દાવો કર્યો કર્યો હતો. તેમના આ દાવા પર ટેસ્લાના સીઈઓ અને ટ્વિટરના માલિક એલોન મસ્કનું રિએક્શન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે ટ્વિટર પાસે સ્થાનિક સરકારની વાત માનવા સિવાય કોઈ વિકલ્પ હોતો નથી. જો આપણે સ્થાનિક સરકારના કાયદાનું પાલન ન કરીએ તો આપણને બંધ કરી દેવામાં આવશે. 


મસ્કે કહ્યું કે આપણે અમેરિકાના નિયમોને સમગ્ર દુનિયામાં લાગૂ કરી શકીએ નહીં. અમે નિયમ હેઠળ બને એટલું ફ્રી સ્પીચ આપવાની પૂરેપૂરી કોશિશ કરીશું. અત્રે જણાવવાનું કે એક ઈન્ટરવ્યુમાં ડોર્સીએ  કહ્યું હતું કે ભારતે પ્લેટફોર્મ પર દબાણ બનાવ્યું. જ્યારે તેમને તેમના કાર્યકાળમાં વિદેશી સરકારોના દબાણ અંગે કેટલાક ઉદાહરણ આપવા માટે  કહેવામાં આવ્યું તો તેમણે ભારતનું ઉદાહરણ આપતા કહ્યું હતું કે 'અમે તમારા કર્મચારીઓના ઘરો પર દરોડા મારીશું, જે તેમણે  કર્યું.' જો તમે નિયમોનું પાલન નહીં કરો તો તમારી ઓફિસ બંધ કરી દઈશું. અને આ ભારત છે, એક લોકતાંત્રિક દેશ. 


Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube