Twitter Logo: ટ્વિટરના સીઈઓ ઈલોન મસ્ક તેમના આશ્ચર્યજનક નિર્ણયો માટે જાણીતા છે અને આજે સવારે લોકોએ ટ્વિટરના ઈતિહાસમાં સૌથી મોટો ફેરફાર જોયો. આ વખતે એલોન મસ્કે ટ્વિટરના આઇકોનિક બ્લુ-બર્ડ લોગોને હટાવીને યુઝર્સને મોટા સરપ્રાઇઝમાં મૂકી દીધા છે. ટ્વિટરના પેજ પર ગયા બાદ લોકો ટ્વિટરના લોગોની જગ્યાએ ડોગેની તસવીર જોઈ રહ્યા હતા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

twitter હોમ બટન થયો ફેરફાર
જો કે, આ ફેરફાર હાલમાં ટ્વિટરના વેબ પેજ પર છે અને વપરાશકર્તાઓ હાલમાં ટ્વિટર મોબાઇલ એપ પર માત્ર બ્લુ બર્ડ જ જોઈ રહ્યા છે. ટ્વિટરના હોમ બટન તરીકે દેખાતા બ્લુ બર્ડને બદલે હવે યુઝર્સ ડોગેની તસવીર જોઈ રહ્યા છે અને આ ફેરફાર થોડા કલાકો પહેલા જ થયો છે.


આ પણ વાંચો: વ્યક્તિએ મોબાઈલમાં કંઈક એવું ટાઈપ કર્યું કે નીકળવા લાગ્યો  ધુમાડો! જોઈ લો આ વીડિયો
આ પણ વાંચો: Jaya Prada એ શૂટિંગ દરમિયાન આ અભિનેતાને સટાક દઇને ફટકાર્યો હતો તમાચો, જાણો કેમ
આ પણ વાંચો: જયા પ્રદાએ ધમેન્દ્રને લઇને કર્યા મોટા ખુલાસા, સેટ પર અભિનેત્રી સાથે કરતા હતા ફ્લર્ટ


ઈલોન મસ્કનું ફની ટ્વિટ પણ આવ્યું
આ ફેરફાર બાદ ઈલોન મસ્કે પણ એક ફની પોસ્ટ શેર કરી અને તેના એકાઉન્ટ પર Doge મીમ શેર કરતી ફની ટ્વીટ પણ કર્યું છે. જેમાં ડ્રાઇવિંગ લાયસન્સ ચેક કરી રહેલા એક પોલીસ અધિકારીએ ટ્વિટર પર બ્લુ બર્ડની તસવીર પકડી રાખી છે અને કારમાં બેઠેલા Doge કહી રહ્યા છે કે 'આ જૂની તસવીર છે'.


આ પણ વાંચો: Sexual Diseases: કોઇપણ લક્ષણો વિના થઇ શકે છે આ 5 યૌન રોગ, શું તમે જાણો છો?
આ પણ વાંચો: ગેસ પર શેકેલી રોટલી આટલી છે ખતરનાક, સ્ટડીમાં થયો ખુલાસો
આ પણ વાંચો: પાણીમાં ડૂબી ગયા 17.50 કરોડ, આ ફ્લોપ ખેલાડીએ પોતાના દમ પર ડુબાડી મુંબઇની નૈયા


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube