Elon Musk ની SpaceX એ તોડ્યો ભારતનો રેકોર્ડ, એક સાથે લોન્ચ કરી 143 સેટેલાઇટ
Elon Musk: એલોન મસ્કની SpaceX એ Falcon9 રોકેટની સાથે 143 સેટેલાઇટ લોન્ચ કરી છે. આ સાથે કંપનીએ ભારતનો રેકોર્ડ તોડી દીધો છે. ભારતે એક સાથે 104 સેટેલાઇટ લોન્ચ કરી હતી.
ફ્લોરિડાઃ એલોન મસ્ક (Elon Musk) ની કંપની SpaceX એ આ સપ્તાહે ઈતિહાસ બનાવી દીધો છે. એક જ મિશન પર કંપનીએ 143 સેટેલાઇટ લોન્ચ કરી છે. Falcon 9 રોકેટથી આ તમામ સેટેલાઇટ રવિવારે લોન્ચ કરવામાં આવી હતી. તેમાં 133 કોમર્શિયલ અને સરકારી સેટેલાઇટ હતી. Space X એ આ સાથે એક સાથે સૌથી વધુ સેટેલાઇટ મોકલવાનો રેકોર્ડ બનાવ્યો, જે પહેલા ભારતના નામે હતો.
તોડ્યો ભારતનો રેકોર્ડ
વર્ષ 2017માં ભારતે 104 સેટેલાઇટ એક સાથે લોન્ચ કરી હતી. તો ફ્લોરિડાના કેપ કનેવરલ સ્પેસ ફોર્સ સ્ટેશનથી SpaceX એ પોતાની 10 સ્ટારલિંક સેટેલાઇટ પણ લોન્ચ કરી છે. Falcon 9 રોકેટ લોન્ચ બાદ રોકેટ બૂસ્ટર સુરક્ષિત પરત અટલાન્ટિક મહાસાગરમાં પરત ફરી આવ્યું છે. SpaceX ના સ્મોલસેટ રાઇડશેયર પ્રોગ્રામ હેઠળ તેને લોન્ચ કરવામાં આવી જેથી નાના સેટેલાઇટ ઓપરેટરોને સ્પેસ જવાની તક મળી.
Joe Biden સરકારમાં ભારતીયોનો ડંકો, વધુ ચાર ભારતીય-અમેરિકી મહત્વપૂર્ણ પદો પર પહોંચ્યા
નાની કંપનીઓ માટે તક
કંપનીનો સ્ટારલિંક સમૂહ બ્રોડબેન્ડ ઇન્ટરનેટ સિસ્ટમ આપવા માટે લોન્ચ કરવામાં આવી છે. SpaceX એ આશા વ્યક્ત કરી કે રાઇડશેયરિંગ પ્રોગ્રામ માટે નાની કંપનીઓ પણ સ્પેસમાં જઈ શકશે. કંપનીના ફાઉન્ડર એલોન મસ્કે ટ્વીટ કર્યુ- નાની કંપનીઓને કક્ષામાં ઓછી કિંમતમાં મોકલવાની તક આપવા માટે ઉત્સાહિત છું.
વિશ્વના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube