કરાચીઃ ભારત અને પાકિસ્તાન વચ્ચે સંબંધોમાં ભલે ગમે એટલો તણાવ હોય, માનવીયતા ધર્મ સૌથી ઉપર છે જેને જરૂર પડવા પર નિભાવવામાં આવે છે. તેનો તાજો ઘટનાક્રમ મંગળવારે જોવા મળ્યો જ્યારે રિયાદથી દિલ્હી આવનાર ઈન્ડિયન એરલાઇન્સની ગો-એર ફ્લાઇટને મેડિકલ ઇમરજન્સીને કારણે કરાચી એરપોર્ટ પર ઉતરવું પડ્યું. પરંતુ જે યાત્રી માટે ઇમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું તેને બચાવી શકાયો નહીં. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગો-એરની ફ્લાઇટ G8- 6658A પર સવાર એક યાત્રીને હવામાં કાર્ડિએક અરેસ્ટ આવ્યો ત્યારબાદ પાકિસ્તાનની ઓથોરિટીએ માનવીય આધાર પર લેન્ડિંગની મંજૂરી આપી હતી. રિપોર્ટસ પ્રમાણે 30 વર્ષના એક વ્યક્તિને ગો એર પ્લેન પર કાર્ડિએક એટેક આપ્યો હતો. તે ઉત્તર પ્રદેશના બરેલીનો રહેવાસી છે. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube