નવાઈની વાત છે! આ દેશમાં હજુ પણ ચાલે છે વર્ષ 2013, જાણો શું છે તેની પાછળની કહાની
નવી દિલ્લીઃ આખી દુનિયા 2022માં જીવી રહી છે, ત્યારે તમને જાણીને નવાઈ લાગશે કે દુનિયામાં એક એવો દેશ છે જ્યાં અત્યારે વર્ષ 2013 ચાલી રહ્યું છે. આ દેશ છે, આફ્રિકામાં આવેલો ઈથોપિયા નામનો દેશ. ઈથોપિયન કેલેન્ડર વિશ્વના કેલેન્ડર કરતા 7 વર્ષ, 3 મહિના પાછળ ચાલે છે.
આ આફ્રિકન દેશ બીજી ઘણી બાબતોમાં દુનિયાથી સાવ અલગ છે. જ્યાં અન્ય દેશોમાં 12 મહિના છે, ત્યાં આ દેશમાં 13 મહિનાનું વર્ષ છે. ઈથોપિયાની વસ્તી લગભગ 8.5 મિલિયન છે જે આફ્રિકામાં બીજા નંબરનો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ છે. ઈથોપિયન કેલેન્ડર ગ્રેગોરીયન કેલેન્ડર કરતાં લગભગ સાડા આઠ વર્ષ પાછળ છે. અહીં નવું વર્ષ 1 જાન્યુઆરીએ નહીં પરંતુ 11 સપ્ટેમ્બરે લોકો નવા વર્ષની ઉજવણી કરે છે. ગ્રેગોરિયન કેલેન્ડરની શરૂઆત વર્ષ 1582માં થઈ હતી. આ પહેલા, ઈથોપિયામાં જુલિયન કેલેન્ડરનો ઉપયોગ થાય છે. કેથોલિક ચર્ચને અનુસરતા દેશોએ નવા કેલેન્ડરને સ્વીકાર્યું. પરંતુ ઘણા દેશોએ આ કેલેન્ડરને સ્વીકાર્યું ન હતું અને તેનો વિરોધ કરી રહ્યા હતા. આ દેશોમાં ઈથોપિયા પણ સામેલ હતું. ઈથોપિયન ઓર્થોડોક્સ ચર્ચને અનુસરે છે. પૂર્વે 7 બીસીમાં, ઈસુ ખ્રિસ્તનો જન્મ થયો, જે મુજબ કેલેન્ડરની ગણતરી શરૂ થઈ. જ્યારે અન્ય દેશોમાં ઈસુ ખ્રિસ્તનો જન્મ ઈ.સ મુજબ ગણવાનું શરૂ થયું. જેના કારણે અહીં કેલેન્ડરમાં વર્ષ 2013 ચાલી રહ્યું છે જ્યારે વિશ્વમાં વર્ષ 2022 ચાલી રહ્યું છે. ઈથોપિયન કેલેન્ડરમાં 13 મહિનાનું વર્ષ હોય છે જેમાં 12 મહિના 30 દિવસ હોય છે. અહીં છેલ્લા મહિનાને પગ્યુમ કહેવામાં આવે છે જેમાં પાંચ કે છ દિવસ હોય છે. વર્ષની ગણતરીમાં ન હોય તેવા દિવસો ઉમેરીને આ મહિનો બનાવવામાં આવે છે. સૌથી મોટી ખાસિયત એ છે કે યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઈટમાં સમાવિષ્ટ મોટા ભાગનાં સ્થળો ઈથોપિયાના છે. આ જગ્યાની સુંદરતા જોવા માટે દુનિયાભરમાંથી લોકો આવે છે.