મંગળ ગ્રહ પર મળી આવ્યો હસતો ચહેરો, યુરોપિયન સ્પેસ એજન્સીને કંઈક અજુગતુ જોવા મળ્યું
Mars Planet News: યુરોપિયન સ્પેસ એજન્સી (ESA)ના ઓર્બિટરે મંગળ ગ્રહની સપાટી પર રહેલી પહાડીમાં એક ખાસ પ્રકારની આકૃતિ નોટિસ કરી છે. ESA ની નવી તસવીરમાં મંગળ પર એક સ્માઈલીનો ફેસ નજર આવી રહ્યો છે
Science News: મંગળ ગ્રહ પર મળેલી સ્માઈલી જેવી પહાડીએ વૈજ્ઞાનિકોનું ધ્યાન ખેંચ્યું છે. તેમને લાગે છે કે, આ પહાડીમાં લાલ ગ્રહનું સૌથી મોટું રહસ્ય છુપાયેલું હોઈ શકે છે. યુરોપિયન સ્પેસ એજન્સી (ESA) ના અનુસાર, આ સ્માઈલી ફેસ જેવી પહાડી પરથી આપણને મંગળ ગ્રહ પર વસતા જીવન વિશે માલૂમ પડી શકે છે. અરબો-ખરબો વર્ષો પહેલા મંગળ પર નદીઓ, સરોવર કે મહાસાગર હતા. આ બધુ એકઝાટકે તબાહ થઈ ગયું. રિસર્ચર્સનું માનવું છે કે, ઈમોટિકોલનના અકારને મીઠાનો ભંડાર, મજબૂત સૂક્ષ્મજીવનું ઘર હોઈ શકે છે.
ESA ની તરફથી જાહેર કરવામાં આવેલી તસવીર તેના ExoMars Trace Gas Orbiter એ ક્લિક કરી છે. આ લાલ ગ્રહ પર જીવનના સંકેત શોધવા સેટેલાઈટ ગયું હતું. તેણે મંગળની સૂકી સપાટી પર ક્લોરાઈડ સોલ્ટ ડિપોઝીટની તસવીરો ક્લિક કરી છે. તેનો અભ્યાસ કરીને વૈજ્ઞાનિકો ગ્રહની ગત જળવાયુ, ભૂવિજ્ઞાન અને સંભવિત આવાસ-ક્ષમતા વિશે માહિતી મેળવી શકે છે.
ગુજરાત પર આવી રહ્યો છે મોટો ખતરો! ચીનના વાવાઝોડાની અસર છેક ગુજરાત સુધી થશે, આ તારીખ નોંધી લો
જીવનની શક્યતાઓ વિશે નવી માહિતી
ESA એ તસવીરની કેપ્શનમાં લખ્યું છે કે, ક્યારેક નદીઓ, સરોવર અને સંભવત મહાસાગરની દુનિયા રહેલો મંગળ ગ્રહ હવે આપણા એક્સોમાર્સ ટ્રેસ ગેસ ઓર્બિટર દ્વારા મળી આવનાર ક્લોરાઈડ સોલ્ટ ડિપોઝીટના માધ્યમથી પોતાના રહસ્યોને ઉજાગર કરે છે. આ ડિપોઝીટ પ્રાચીન જળ સોર્સના અવશેષો, અરબો વર્ષ પહેલા રહેવા યોગ્ય વિસ્તારોના સંકેત આપે છે. લગભગ એક હજાર સંભવિત સ્થળોની શોધ મંગળના જળવાયુ અને ગત જીવનની શક્યતાઓ વિશે નવી માહિતી પ્રદાન કરે છે.
મંગળ ગ્રહનું પાણી ક્યાં ગયું?
સ્વિટ્ઝર્લેન્ડની યુનિવર્સિટી ઓફ બર્નના ગ્રહશાસ્ત્રી વેલેન્ટિન બિકલનું તાજેતરનું સંશોધન 'સાયન્ટિફિક ડેટા' જર્નલમાં પ્રકાશિત થયું છે. તેમના મતે, 'મંગળ પર ઠંડા યુગની શરૂઆત ત્યારે થઈ જ્યારે તેણે તેનું ચુંબકીય ક્ષેત્ર ગુમાવ્યું. આ ગ્રહ હવે તેનું વાતાવરણ જાળવી શક્યું નહી, જેના કારણે પાણી બાષ્પીભવન થઈને ઉડી ગયું, થીજી ગયું અથવા સપાટીની અંદર ફસાઈ ગયું. સમય જતાં પાણી અદૃશ્ય થઈ જતાં, તે સપાટી પર ખનિજ છાપ છોડી દે છે. ખૂબ ખારું પાણી જીવન માટે ઘર બની શક્યું હોત. મીઠાની ઊંચી સાંદ્રતા માઈનસ 40 ડિગ્રી સેલ્સિયસ જેટલા નીચા તાપમાને પાણીને પ્રવાહી રહેવા દે છે.'
બાજુવાળો તમારી પતંગ કાપી ન જાય... ભાજપના કાર્યક્રમમાં હાસ્ય કલાકારનો કટાક્ષ