કોલંબોઃ શ્રીલંકા અત્યાર સુધીના સૌથી ભયાનક આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે અને તેના લોકો સરકાર વિરુદ્ધ રસ્તા પર ઉતર્યા છે. આ વચ્ચે દેશના પ્રધાનમંત્રી મહિન્દા રાજપક્ષેએ દેશને સંબોધિત કરતા લોકોને શાંતિની અપીલ કરી છે. રાજપક્ષેએ દેશની જનતાને કહ્યુ કે, તમે જ્યારે રસ્તા પર પ્રદર્શન કરો છો તો આપણે ડોલર ગુમાવીએ છીએ. તેમણે કહ્યું કે, સરકાર સંકટને હલ કરવા માટે દરેક સંભવ પગલાં ભરશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હકીકતમાં શ્રીલંકાની ખાડે ગયેલી અર્થવ્યવસ્થા અને મોંઘવારીના વિરોધમાં નાગરિકો રસ્તા પર સરકાર વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. તે રાષ્ટ્રપતિ ગોટબાયા રાજપક્ષે અને તેની સરકાર પર આ સંકટના ખોટા મેનેજમેન્ટનો આરોપ લગાવી રહ્યાં છે. પ્રદર્શનકારી રાજપક્ષે પરિવારથી ખુબ નારાજ છે અને તે સત્તા છોડવાની માંગ કરી રહ્યાં છે. તેવામાં રાજીનામાના વધતા દબાવને જોતા શ્રીલંકાના પ્રધાનમંત્રી મહિન્દા રાજપક્ષે ખુદ સામે આવ્યા છે. 


મહિન્દા રાજપક્ષેએ સોમવારે સાંજે દેશના નામે સંબોધનમાં લોકોને આશ્વાસન આપ્યું કે તેમની સરકાર આ સંકટને દૂર કરવા માટે 24 કલાક કામ કરી રહી છે અને પ્રદર્શનકારીઓએ પોતાનું આંદોલન સમાપ્ત કરવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું કે, તમારી રસ્તા પર પસાર કરવામાં આવેલી દરેક મિનિટ દેશ કિંમતી ડોલર ગુમાવી રહ્યો છે. મહિન્દા રાજપક્ષેએ કહ્યુ કે, સંસદમાં તમામ દળોને દેશના વર્તમાન સંકટના સમાધાન માટે આગળ આવવાનો આગ્રહ કર્યો, પરંતુ કોઈ આગળ આવ્યું નહીં. 


આ પણ વાંચોઃ શાહબાઝ શરીફ બન્યા પાકિસ્તાનના 23માં પ્રધાનમંત્રી, આતંકનો ઉલ્લેખ કરી પીએમ મોદીએ આપી શુભેચ્છા


પ્રધાનમંત્રીનું આ સંબોધન વિપક્ષના નેતા સજિત પ્રેમદાસા દ્વારા તે આરોપ લગાવવાની કેટલીક કલાક બાદ આપ્યું છે કે સરકારની ખરાબ આર્થિક નીતિઓએ દેશની આર્થિક મંદિમાં યોગદાન આપ્યું છે. તેમણે કહ્યું કે દવા, દૂધ પાઉડ, ચોખા, ખાંડ, દાળ, ઘઉંનો લોટ અને ગેસ, ડીઝલ, તેલ અને પેટ્રોલ જેવી જરૂરી વસ્તુની કિંમતોમાં વધારાને કારણે દેશમાં સ્થિતિ સતત ખરાબ થઈ રહી છે. 


તો નિષ્ણાંતોનું માનવું છે કે શ્રીલંકાની ખરાબ થતી આર્થિક સ્થિતિ કોરોના મહામારીથી પણ વધુ જીવલેણ સાબિત થઈ શકે છે. ડોક્ટરોએ રવિવારે ચેતવણી આપતા કહ્યુ કે, તેમની પાસે જીવન જરૂરીયાતની દવાઓ ખતમ થઈ રહી છે. આ સમયે શ્રીલંકા વીજળી, પાણી, ઈંધણ અને ખાદ્ય પદાર્થોની ભારે કમીનો સામનો કરી રહ્યું છે. આ સિવાય દવાઓની પણ કમી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube