શાહબાઝ શરીફ બન્યા પાકિસ્તાનના 23માં પ્રધાનમંત્રી, આતંકનો ઉલ્લેખ કરી પીએમ મોદીએ આપી શુભેચ્છા

Pakistan New Prime Minister: પાકિસ્તાનમાં શાહબાઝ શરીફનું રાજ શરૂ થઈ ગયું છે. પૂર્વ પ્રધાનમંત્રી નવાઝ શરીફના નાના ભાઈ શાહબાઝે પાકિસ્તાનના 23માં પ્રધાનમંત્રી તરીકે શપથ લીધા છે. 

શાહબાઝ શરીફ બન્યા પાકિસ્તાનના 23માં પ્રધાનમંત્રી, આતંકનો ઉલ્લેખ કરી પીએમ મોદીએ આપી શુભેચ્છા

ઇસ્લામાબાદઃ પાકિસ્તાન મુસ્લિમ લીગ (એન) ના નેતા શાહબાઝ શરીફ પાકિસ્તાનના 23માં પ્રધાનમંત્રી બની ગયા છે. સંયુક્ત વિપક્ષ તરફથી શાહબાઝ શરીફને પીએમ પદના ઉમેદવાર બનાવવામાં આવ્યા હતા. શાહબાઝ શરીફે દેશના નવા પ્રધાનમંત્રી તરીકે શપથ લઈ લીધા છે. શાહબાઝ શરીફને સીનેટના મેમ્બરે શપથ અપાવ્યા છે. શાહબાઝ શરીફ પૂર્વ પ્રધાનમંત્રી નવાઝ શરીફના ભાઈ છે. 

તો દેશના 22માં પ્રધાનમંત્રી ઇમરાન ખાનને અવિશ્વાસ પ્રસ્તાવ દ્વારા પદ પરથી હટાવવામાં આવ્યા હતા અને તે પાકિસ્તાનના ઈતિહાસમાં અવિશ્વાસ પ્રસ્તાવ દ્વારા હટાવવામાં આવેલા પ્રથમ પ્રધાનમંત્રી બની ગયા છે. ઇમરાન ખાને 18 ઓગસ્ટ 2018ના પાકિસ્તાનના પ્રધાનમંત્રી પદે શપથ લીધા હતા. તેમનો 10 એપ્રિલ 2022 સુધી 1332 દિવસનો કાર્યાકાળ રહ્યો. ઇમરાન ખાન ત્રણ વર્ષ સાત મહિના અને 23 દિવસ સુધી આ પદ પર રહ્યાં હતા.

પીએમ મોદીએ શાહબાઝને આપી શુભેચ્છા
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શાહબાઝ શરીફને પાકિસ્તાનના 23માં પ્રધાનમંત્રી બનવા પર શુભેચ્છા આપી છે. તેમણે ટ્વીટ કરી લખ્યુ કે મિયાં મુહમ્મદ શાહબાઝ શરીફને પાકિસ્તાનના પ્રધાનમંત્રી બનવા પર શુભેચ્છા. ભારત આતંક મુક્ત ક્ષેત્રમાં શાંતિ અને સ્થિરતા ઈચ્છે છે, જેથી અમે અમારા વિકાસના પડકારો પર ધ્યાન કેન્દ્રીત કરી શકીએ અને પોતાના લોકોની ભલાઈ અને સમૃદ્ધિ નક્કી કરી શકીએ. 

— Narendra Modi (@narendramodi) April 11, 2022

કોણ છે શાહબાઝ શરીફ
શાહબાઝ શરીફ પાકિસ્તાન મુસ્લિમ લીગ નવાઝ (PML-N) ના સાંસદ છે અને પાકિસ્તાનના પૂર્વ પીએમ નવાઝ શરીફના નાના ભાઈ છે. તે 2018થી નેશનલ એસેમ્બલીના સભ્ય છે અને વિપક્ષના નેતા રહ્યા છે. શાહબાઝ 2018ની ચૂંટણીમાં પીએમ પદના ઉમેદવાર હતા. તે પાકિસ્તાનના પંજાબ પ્રાંતના સૌથી લાંબા સમય સુધી મુખ્યમંત્રી રહી ચુક્યા છે. ભારતના વિભાજન પહેલા શરીફનો પરિવાર જમ્મુના અનંતનાગ જિલ્લામાં રહેતો હતો. 

વિભાજન બાદ શાહબાઝે લાહોરથી ગ્રેજ્યુએશન કર્યુ. 80ના દાયકામાં રાજનીતિમાં પગ મુકનાર શરીફે 1988માં પ્રથમ ચૂંટણી જીતી હતી. 1997માં તે પ્રથમવાર મુખ્યમંત્રી બન્યા, ત્યારબાદ 2008 અને 2013માં પણ તે પંજાબના મુખ્યમંત્રી રહ્યા હતા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news