માઈ સાઈ: થાઈલેન્ડની ગુફામાં કે જે ખુબ જ ખતરનાક ગણાય છે તેમાં ફસાયેલા 12 બાળકો અને એક કોચના રેસક્યુમાં લાગેલા થાઈલેન્ડના પૂર્વ નેવી સીલના મોતના અહેવાલથી સન્નાટો પ્રસરી ગયો છે. આ મરજીવાનું નામ સમર્ન કુનાન કહેવાય છે. અધિકારીઓએ પૂર્વ નેવી સીલના મોતની જાહેરાત કરતા જણાવ્યું કે 38 વર્ષના કુનાન બાળકોને શોધવા માટે આગળ આવ્યાં હતાં. ગત રાતે લગભગ 1 વાગ્યાની આસપાસ તેઓ ગુફામાં ગોતાખોરી કરી રહ્યાં હતાં ત્યારે જ ઓક્સિજનની કમીના કારણે તેમનો જીવ ગયો. તેઓ રેસ્ક્યુ મિશન અંતર્ગત ગુફામાં ડાઈવ કરવાની તૈયારી કરી રહ્યાં હતાં. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કુનાનના મૃતદેહને બેંગકોકના સુવર્ણભૂમિ એરપોર્ટ મોકલી દેવાયો છે. જો કે હજુ સુધી એ સ્પષ્ટ  થયું નથી કે તેમના મોત બાદ 12 બાળકો અને તેમના કોચને ગુફામાં બહાર કાઢવાના ચાલી રહેલા બચાવ અભિયાન પર કેટલી અસર થશે. થાઈ અધિકારીઓએ એક યોજના એ પણ બનાવી હતી કે બાળકોને ડાઈવિંગ માસ્ક પહેરાવીને નેવીના ડાઈવર્સ ગુફામાંથી બહાર કાઢે.


બાળકો અને કોચનો તાજો વીડિયો



જ્યારે એક પ્રવક્તાને પૂછવામાં આવ્યું કે જો કોઈ એક વયસ્ક પૂર્વ નેવી સીલ આ ગુફામાં મૃત્યુ પામી શકે છે તો બાળકોને ગુફામાંથી બહાર કેવી રીતે કાઢવામાં આવશે. તો તેમણે જવાબ આપ્યો કે અમારે દરેક કોશિશ કરવી પડશે. અત્રે જણાવવાનું કે 12 બાળકો અને તેમના કોચ 23 જૂનથી ઉત્તર થાઈલેન્ડની થામ લુઆંગ ગુફામાં ગયા હતાં અને ભારે વરસાદના કારણે ત્યાં પાણી ભરાઈ જવાથી તેઓ ત્યાં જ ફસાઈ ગયા છે.