નવી દિલ્હી/ ઇસ્લામાબાદ: પડોશી દેશ પાકિસ્તાનમાં કાલે (25 જુલાઇ)ના રોજ ચૂંટણી યોજાવવાની છે. એવામાં ગત બે મહિનાથી ચાલી રહેલો ચૂંટણી પ્રચાર હવે પુરો થઇ ગયો છે. આ ચૂંટણી ઘણા પ્રકારે અલગ છે. એક તરફ ચૂંટણીમાં ભારત અને કાશ્મીરના મુદ્દા છવાયેલા રહ્યા, તો બીજી તરફ રાજકીય પાર્ટીઓ ભારતીય પીએમ નરેંદ્ર મોદીના નામે પણ વોટ માંગતી જોવા મળી. આ દરમિયાન જી મીડિયાની સહયોગી ચેનલ WIONને આપેલા એક્સક્લૂસિવ ઇન્ટરવ્યૂમાં તહરીક-એ-ઇંસાફ (પીટીઆઇ)પાર્ટીના પ્રમુખ ઇમરાન ખાન ભારત અને પાકિસ્તાનના વચ્ચે બગડતા સંબંધો માટે મોદી સરકારને જવાબદાર ગણાવી. જોકે તેમણે કહ્યું કે તેમની પાર્ટી ચૂંટણી જીતશે તો ભારત સાથે સારા સંબંધ સ્થાપવાની પહેલ કરશે. વાંચો ઇન્ટરવ્યૂના ખાસ અંશ...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વાતચીત દરમિયાન ક્રિકેટરમાંથી રાજનેતા બનેલા ઇમરાન ખાને કહ્યું કે પાકિસ્તાનની અર્થવ્યવસ્થા ખોખલી થઇ ચૂકી છે. દેશ લોનના બોજ તળે દબાયેલો છે. તેમણે ખરાબ અર્થવ્યવસ્થા, ભ્રષ્ટાચાર અને બેરોજગારી માટે ગત સરકારોને જવાબદાર ગણાવી. ઇમરાન ખાને કહ્યું કે જો તેમની પાર્ટી ચૂંટણી જીતશે તો સૌથી પહેલાં તે દેશમાં પાયાની જરૂરિયાને પુરી પાડશે. 


મોદી સરકાર પર નિશાન સાધ્યું
વાતચીત દરમિયાન પીટીઆઇ પ્રમુખે ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ માટે મોદી સરકારને જવાબદાર ગણાવી. ઇન્ટરવ્યૂ દરમિયાન ઇમરાન ખાન પણ પાકિસ્તાની આર્મીની ભાષા બોલતાં જોવા મળ્યા. તેમણે વડાપ્રધાન નરેંદ્ર મોદીનું નામ લેતાં કહ્યું કે આ સરકારના કાર્યકાળ દરમિયાન સંબંધો ખરાબ થયા છે. મોદી સરકારની પાકિસ્તાની વિરોધી આક્રમક નિતીઓના લીધે બંને સરકારો વચ્ચે સંબંધો સહજ રહ્યા નથી. તેમણે કહ્યું કે પાકિસ્તાન બધા સાથે સારા સંબંધો રાખવા માંગે છે. ભારત સાથે સંબંધો સુધરતાં પાકિસ્તાનને વેપાર માટે મોટું બજાર મળશે જેથી બંને દેશોને ફાયદો થશે. 


ચૂંટણીમાં કાશ્મીરનો મુદ્દો મહત્વપૂર્ણ
કાશ્મીરના મુદ્દા પર વાત કરતાં પીટીઆઇ પ્રમુખે કહ્યું કે કાશ્મીરનો મુદ્દો બંને દેશો વચ્ચે વધતા જતા તણાવના કારણે છે. તેમણે કહ્યું કે એવું નથી કે પાકિસ્તાન સરકારે સંબંધો સારા બનાવવા માટે પહેલ કરી નથી. પરંતુ હવે કાશ્મીરનો મુદ્દો ઉકેલાતો નથી પરસ્પર સંબંધોમાં કડવાશ યથાવત રહેશે. 


આરોપોને નકાર્યા
તો બીજી તરફ ગત થોડા દિવસોમાં ઘણી રાજકીય પાર્ટીઓએ ISI અને આર્મી પર ચૂંટણીમાં તહરીક-એ-ઇંસાફનો સાથ આપવાનો આરોપ લગાવ્યો. તેના પર ઇમરાને કહ્યું કે આ ચૂંટણીમાં પણ ISIની એટલી જ દરમિયાનગિરી છે જેટલી પહેલાં હતી. જોકે તેમણે એ સ્વિકારવાની મનાઇ કરી દીધી કે તેમની પાર્ટીને આર્મી અને ISI નો સાથ મળ્યો છે. તેમણે કહ્યું કે નવાજ શરીફ આ આરોપો લગાવી રહ્યા છે કારણ કે કોર્ટ અને આર્મીએ તેમની પાર્ટીને સાથ ન આપ્યો.    


ઇમરાન ખાનને જોરદાર સમર્થન
65 વર્ષીય નેતા ઇમરાન ખાનને આર્મીનું સમર્થન છે કે નથી તે કહેવું મુશ્કેલ છે પરંતુ તેમને પાકિસ્તાનનની જનતા સહિત સ્ટાર અને પૂર્વ ક્રિકેટરોનું ખૂબ સમર્થન મળી રહ્યું છે. એવામાં પાકિસ્તાનની સત્તા પર કોણ રાજ કરશે અને જનતા કઇ પાર્ટીને બહારનો રસ્તો બતાવશે એ તો પરિણામો બાદ સ્પષ્ટ થશે. એવામાં ચૂંટણી અને આવનાર પરિણામો પર દુનિયાની નજર મંડરાયેલી છે.