Anju Nikah And Conversion In Islam: પાકિસ્તાનમાં અલ્પસંખ્યકો સાથે ભેદભાવ કોઈ નવી વાત નથી. એમનેસ્ટી જેવી સંસ્થાઓએ પોતાના રિપોર્ટમાં હિન્દુ છોકરીઓના અપહરણ અને ધર્માંતરણની ઘટનાઓ અંગે ચિંતા પણ વ્યક્ત કરી છે. જો કે તે જ પાકિસ્તાનમાં ભારતથી ગયેલી અંજુ પર મહેરબાનીઓ વરસી રહી છે. અંજુને 50 હજાર રૂપિયાનો ચેક, એક 40 લાખનો પ્લોટ અને જમીન ભેટમાં મળી છે. એટલું જ નહીં પાકિસ્તાનમાં સરકારી નોકરી આપવાની પણ વાત થઈ રહી છે. જે પાકિસ્તાનમાં 40 ટકા વસ્તી ગરીબ છે અને ત્યાં લોકોએ દૈનિક જરૂરિયાતો પૂરી કરવા માટે સંઘર્ષ કરવો પડી રહ્યો છે ત્યાં અંજુ પર આવી મહેરબાનીઓ થવી એ વાત ગળે ઉતરે તેમ નથી. મુદ્દો સ્પષ્ટ છે કે અંજુના બહાને પાકિસ્તાનના પ્રભાવશાળી લોકો ધર્માંતરણને પ્રોત્સાહન આપી રહ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સિંધ વિસ્તારમાં ધર્મ પરિવર્તનની અનેક ઘટનાઓ
પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં ધર્મ પરિવર્તનન અને અલ્પસંખ્યક સમુદાયની યુવતીઓના અપરહણ અને જબરદસ્તીથી ધર્મ પરિવર્તન કરાવવાની અનેક ઘટનાઓ સામે આવી રહી છે. જેમાં હિન્દુઓ સાથે શીખો અને ખ્રિસ્તી સમુદાયને નિશાન બનાવવા એ સામાન્ય છે. આ મહિને યુનાઈટેડ નેશન્સના માનવાધિકાર કાર્યકરોની 12 સભ્યોની ટીમે પાકિસ્તાનમાં જબરદસ્તીથી ધર્મ પરિવર્તન અને અલ્પસંખ્યકોના વિશ્વાસને ઠેસ પહોંચાડવા પર ચિંતા વ્યક્ત કરી છે. યુએનના રિપોર્ટમાં કહેવાયું છે કે પાકિસ્તાનની 220 મિલિયન વસ્તીમાં 2 ટકા હિન્દુ વસ્તી છે પરંતુ તેમની સંખ્યા ચિંતાજનક રીતે ઓછી થઈ રહી છે. 


યુએનના રિપોર્ટમાં કહેવાયું છે કે 14 વર્ષની બાળકીઓને જબરદસ્તીથી અપહરણ કરીને ઈસ્લામ ધર્મમાં કન્વર્ટ કરવામાં આવી રહી છે. પાકિસ્તાનમાં માનવાધિકાર કાર્યકરો અને અલ્પસંખ્યકોની સુરક્ષાને ગંભીર ખતરો છે. પાકિસ્તાનની સરકાર હંમેશા આવા રિપોર્ટને નકારતી રહે છે. પરંતુ પોતે ત્યાંના અલ્પસંખ્યક સમુદાય માટે નિવેદનોનું માનીએ તો હિન્દુઓ અને શીખોને સામાજિક, આર્થિક અને રાજનીતિક રીતે ધર્મ પરિવર્તન માટે ઉકસાવવામાં આવે છે. 


અલ્પસંખ્યકો માટે પાકિસ્તાનમાં જગ્યા નથી
પાકિસ્તાનમાં અલ્પસંખ્યકોની સ્થિતિ એટલી દયનીય છે કે સરકારી મહકમથી લઈને રાજકીય વર્તુળોમાં તેમની હાજરી લગભગ નહિવત છે. એવું પણ કહેવાય છે કે પાકિસ્તાનમાં કોઈ પણ મોટા પદ પર પહોંચવા માટે મુસલમાન હોવું જરૂરી છે. યુસુફ યોહન્ના વિશે પણ એવો દાવો હતો કે ખ્રિસ્તી હોય ત્યાં સુધી તેના માટે કેપ્ટન બનવું શક્ય નહતું અને એટલે કે તેણે પોતાનો ધર્મ બદલીને મોહમ્મદ યુસુફ કરી લીધું. પાકિસ્તાનના હિન્દુ ક્રિકેટર દાનિશ કનેરિયા વિશે પણ ઘણીવાર એવું કહેવાય છે કે તેમને ટીમના ડ્રેસિંગ રૂમમાં પરેશાન કરવામાં આવતા હતા. કારણ કે તેઓ હિન્દુ હતા. ધર્મ પાકિસ્તાનની રાજનીતિ અને સામાજિક જીવનનો મહત્વનો  ભાગ છે. ત્યાં ધાર્મિક હિંસા આ કારણથી વધુ મોટી વાત નથી. 


મંદિરો અને ચર્ચ તોડવાની ઘટનાઓ
પાકિસ્તાનમાં મંદિરો, ગુરુદ્વારાઓ અને ચર્ચ પર હુમલાની અનેક ઘટનાઓ ઘટતી રહે છે. આ મહિને કરાચીમાં માતાનું મંદિર તોડી નાખવામાં આવ્યું જ્યારે સિંધ વિસ્તારમાં હિન્દુ મંદિર પર રોકેટ લોન્ચરથી હુમલો કરાયો. એમનેસ્ટીના 2021ના રિપોર્ટમાં કહેવાયું હતું કે અંદાજિત રીતે પાકિસ્તાનમાં એક વર્ષમાં 9થી વધુ વખત અલ્પસંખ્યકોના ધાર્મિક સ્થળો પર હિંસા કરાઈ. આ મહિને સિંધમાં સીમા હૈદર મામલા બાદ મંદિર પર હુમલા સાથે કેટલાક હિન્દુઓના ઘરોમાં પણ આગ લગાવવામાં આવી હતી. પાકિસ્તાનના શાસનકર્તાઓ આ હુમલાની ભલે ટીકા કરતા હોય પરંતુ તેને રોકવા માટે કોઈ નક્કર પગલાં ભરતા નથી. 


અંજુ પર પાકિસ્તાનની મહેરબાનીઓ પર ઉઠી રહ્યા છે સવાલ
અંજુ પર પાકિસ્તાની ઉદ્યોગપતિઓની મહેરબાનીઓ પર સવાલ ઉઠે તે નકારી શકાય નહીં. જે દેશમાં ગરીબોની આટલી મોટી સંખ્યા હોય ત્યાં એક હિન્દુસ્તાની મહિલા પર મહેરબાની ગળે ઉતરતી નથી. વાત જાણે એમ છે કે અંજુને ફ્લેટ દેનારા કારોબારી મોહસિન ખાને કહ્યું કે અંજુ હવે મુસલમાન છે અને તેણે ઈસ્લામ અપનાવ્યો છે. અમારી તરફથી આ તેને મદદ છે જેથી કરીને તેને ઈસ્લામમાં આવ્યા બાદ એકલાપણું ન લાગે. તેમણે એમ પણ કહ્યું કે આગળ પણ અંજુને આ પ્રકારે મદદ થતી રહેશે. પાકિસ્તાનના પ્રભાવશાળી લોકો અંજુના બહાને બાકી  અલ્પસંખ્યકોને પણ લાલચ આપવા માટે પોતાની સટીક ચાલ જરૂર ચલી છે.


પાકિસ્તાનમાં મંદિરો, ગુરુદ્વારા, અને ચર્ચ પર હુમલો કરવાની અનેક ઘટનાઓ થતી રહે છે. આ મહિને કરાચીમાં માતા મંદિર તોડી નાખવામાં આવ્યું. જ્યારે સિંધ વિસ્તારમાં હિન્દુ મંદિર પર રોકેટ લોન્ચરથી હુમલો થયો. એમનેસ્ટી 2021ના રિપોર્ટમાં પણ કહેવાયું કે પાકિસ્તાનમાં એક વર્ષમાં અંદાજિત 9 વખત અલ્પસંખ્યકોના ધાર્મિક સ્થળો પર હુમલો થયો. પાકિસ્તાનમાં હુમલાની ભલે ટીકા થતી હોય પણ શાસનકર્તાઓ દ્વારા તેને રોકવા માટે કોઈ ઠોસ પગલાં ભરાતા નથી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube