મોસ્કોઃ વિદેશ મંત્રી એસ જયશંકરે રશિયાની ધરતી પરથી ચીનને આકરો સંદેશ આપ્યો છે. ગુરૂવારે મોસ્કોમાં એક કાર્યક્રમ દરમિયાન જયશંકરે કહ્યુ કે, વર્ષ 2020માં ઈસ્ટર્ન લદ્દાખ સરહદ પર ઘર્ષણને કારણે ભારત અને ચીનના સંબંધો પ્રભાવિત થયા છે. વિદેશ મંત્રીએ કહ્યું કે છેલ્લા એક વર્ષ દરમિયાન ભારત અને ચીનના સંબંધોને લઈને ચિંતા વધી છે અને ચીન સરહદ સમજુતિનું પાલન કરતું નથી. પ્રાઇવાકોમ ઇન્સ્ટિટ્યુટ ઓફ વર્લ્ડ ઇકોનોમી એન્ડ ઇન્ટરનેશનલ રિલેશન્સમાં આયોજીત એક કાર્યક્રમ દરમિયાન વિદેશ મંત્રીએ તે પણ કહ્યું કે 45 વર્ષમાં પ્રથમવાર બોર્ડર પર એવી ઘટનાઓ થઈ જેમાં નુકસાન થયું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વિદેશ મંત્રીએ આગળ કહ્યું કે, કોઈપણ પાડોસી દેશની સાથે સંબંધોનો આધાર છે સરહદ પર શાંતિ અને ધૈર્ય બન્યું રહે. પરંતુ આ આધાર પ્રભાવિત થયો તેથી સંબંધો પણ. અહીં વિદેશ મંત્રીને જ્યારે પૂછવામાં આવ્યું કે ચીનની પ્રગતિને ભારત કઈ રીતે જુએ છે? તેના જવાબમાં જયશંકરે કહ્યુ કે વસાહતી શાસકો પાસેથી આઝાદી મળ્યા બાદ દુનિયામાં ઘણા દેશ શક્તિશાળી બનીને ઉભર્યા. ચીન એક અપવાદ છે અને તે આ ટ્રેન્ડનો પણ ભાગ છે. જયશંકરે આગળ કહ્યુ કે, ભારત ચીનનું પાડોશી છે અને ચીનની પ્રગતિ ભારતને પ્રભાવિત કરે છે. ચીનની પ્રગતિ રશિયા અને બ્રિક્સને પણ પ્રભાવિત કરે છે. 


આ પણ વાંચોઃ બેલ્જિયમમાં 11 વર્ષની ઉંમરે એક બાળકે મેળવી ગ્રેજ્યુએશનની ડિગ્રી, હવે આ કામ કરવાની છે ઈચ્છા


વિદેશ મંત્રીએ આગળ કહ્યુ કે, છેલ્લા 40 વર્ષથી ચીન અને અમારા સંબંધો સ્થિર હતા. ચીન બીજુ સૌથી મોટી ઇકોનોમિક પાર્ટનર છે. પોતાના સંબંધો દરમિયાન વિદેશ મંત્રીએ કહ્યું કે રશિયાની સાથે ભારતની રણનીતિક, ડિપ્લોમેટિક અને સાંસ્કૃતિક સંબંધ ખુબ જરૂરી છે. મિલિટ્રીથી લઈને દવા, સ્પેસ અને ન્યૂક્લિયર જેવા મહત્વના વિષયોને લઈને અમે તે કહી શકીએ કે ભારત, રશિયાની સાથે પોતાના સંબંધોને લઈને ખુબ મજબૂત પ્રતિબદ્ધતા રાખે છે. 


તમને જણાવી દઈએ કે 9 જુલાઈએ મોસ્કોમાં રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લાવરોવની સાથે ભારતીય વિદેશ મંત્રી બેઠક કરસે. આ બેઠકમાં બન્ને દેશોના વિદેશ મંત્રીઓ રાજનીકિત મુદ્દા સિવાય સુરક્ષા, વ્યાપાર, આર્થિક મુદ્દા સિવાય તકનીકી સૈન્ય સહયોગ, વિજ્ઞાન, સંસ્કૃતિ તથા માનવિય પાસાઓ પર વિચારો વ્યક્ત કરશે. 
 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube