બેલ્જિયમમાં 11 વર્ષની ઉંમરે એક બાળકે મેળવી ગ્રેજ્યુએશનની ડિગ્રી, હવે આ કામ કરવાની છે ઈચ્છા
11 વર્ષનો લોરેન્ટ સિમન્સ (Laurent Simons) એ પોતાની ગ્રેજ્યુએટ ડિગ્રી પૂરી કરવા માટે એક વર્ષનો સમય લીધો, જેમાં સામાન્ય રીતે ત્રણ વર્ષ લાગે છે.
Trending Photos
ઓસ્ટેન્ડઃ બેલ્જિયમના સમુદ્રી શહેર ઓસ્ટેન્ડનો 11 વર્ષીય બાળક લોરેન્ટ સિમન્સે (Laurent Simons) હાલમાં એમ્ટવર્પ વિશ્વવિદ્યાલય (University of Antwerp) માંથી ફિઝિક્સમાં સ્નાતકની ડિગ્રી હાસિલ કરી છે. ત્યારબાદ તે વિશ્વનો બીજો સૌથી નાની ઉંમરનો ગ્રેજ્યુએટ બની ગયો છે.
એક વર્ષમાં ફિઝિક્સમાં કર્યું ગ્રેજ્યુએશન
11 વર્ષના સિમન્સે પોતાની સ્નાતકની ડિગ્રી પુરી કરવામાં માત્ર એક વર્ષનો સમય લીધો, જેમાં સામાન્ય રીતે ત્રણ વર્ષ લાગે છે. ડચના ડેલી અખબાર ડી ટેલીગ્રાફ (De Telegraaf) સાથે વાતચીતમાં સિમન્સે કહ્યુ કે, મને ખરેખર ચિંતા નથી કે હું સૌથી નાનો છું. આ બધુ મારા માટે જાણકારી પ્રાપ્ત કરવા વિશે છે. અમરતા જ મારૂ લક્ષ્ય છે.
આ લક્ષ્યને હાસિલ કરવા ઈચ્છે છે
સિમન્સે કહ્યુ- શરીરના અંગોને મિકેનિકલ પાર્ટસથી બદલવાના મારા લક્ષ્યમાં આ પ્રથમ પઝલ પીસ છે. હું મિકેનિકલ પાર્ટ્સની સાથે જેટલું સંભવ હોય એટલા શરીરના અંગોને બદલવામાં સક્ષમ થવા ઈચ્છું છું. મેં ત્યાં પહોંચવા માટે માર્ગ કાઢી લીધો છે. તમે તેને એક મોટી પહેલીના રૂપમાં જોઈ શકો છો. ક્વાન્ટમ ફિઝિક્સ છે પઝલનો પ્રથમ ટુકડો.
8 વર્ષની ઉંમરમાં હાઈ સ્કૂલ પાસ
આ પઝલનો હલ કરવા માટે તેણે કહ્યું- હું દુનિયાના સર્વશ્રેષ્ઠ પ્રોફેસરોની સાથે કામ કરવા ઈચ્છુ છું, તેના મગજની અંદર જોવા ઈચ્છુ છું અને તે જાણકારી મેળવવી છે કે તે કઈ રીતે વિચારે છે. સિમન્સે પોતાની હાઈસ્કૂલનો અભ્યાસ માત્ર 1.5 વર્ષમાં પૂરો કર્યો અને આઠ વર્ષની ઉંમરમાં હાઈ સ્કૂલ ડિપ્લોમાં પૂરુ કરી લીધું હતું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે