ઝકરબર્ગને ફેસબુકના ચેરમેન પદેથી ખસેડવા માગ, જાણો કયા આરોપો લાગ્યા
લિયમ એસેટ મેનેજમેન્ટના વરિષ્ઠ ઉપાધ્યક્ષ જોનાસ કરોને ગઈકાલે ઝકરબર્ગ સમક્ષ ફેસબુકના ચેરમેન પદેથી રાજીનામુ આપી દેવાની માગ કરી છે
વોશિંગટનઃ ફેસબુકે પોતાની ટીકા દબાવવા માટે એક પીઆર કંપનીની નિમણૂક કરવાના સમચાર બાદ રોકાણકારોએ માર્ક ઝકરબર્ગને ચેરમેન પદેથી રાજીનામુ આપવાની માગ કરી છે. ન્યુયોર્ક ટાઈમ્સમાં પ્રકાશિત એક રિપોર્ટમાં ખુલાસો કરાયો છે કે, ફેસબુક અનેક વખત પોતાની ટીકાઓ દબાવવા અને લોકોના મનમાં કંપની પ્રત્યે ભરાયેલા ગુસ્સાને દૂર કરવા માટે અબજપતિ જ્યોર્જ સોરોસની સેવાઓ લે છે. જે ટીકાઓને ફેસબૂકની હરીફ કંપનીઓ તરફ વાળી દેવાનું કામ કરે છે.
ટેલિગ્રાફે પોતાના રિપોર્ટમાં જણાવ્યું છે કે, કેન્બ્રિજ એાલિટિકા કેસમાં પોતાની ટીકાને દબાવા માટે ફેસબુકે જનસંચાર કંપની ડિફાઈનર્સ પબ્લિક અફેર્સની મદદ લીધી છે. આ સમાચારો અંગે ફેસબુકમાં 85 લાખ પાઉન્ડની ભાગીદારી ધરાવતા ટ્રિલિયમ એસેટ મેનેજમેન્ટના વરિષ્ઠ ઉપાધ્યક્ષ જોનાસ કરોને ગઈકાલે ઝકરબર્ગને ફેસબુકના ચેરમેન પદેથી રાજીનામું આપી દેવા જણાવ્યું છે.
અખબારે તેમના હવાલાથી લખ્યું છે કે, 'ફેસબૂક વિચિત્ર પ્રકારનો વ્યવહાર કરી રહી છે. આયોગ્ય નથી. તે એક કંપની છે અને કંપનીઓએ ચેરમેન અને મુખ્ય કાર્યકારી અધિકારીઓનાં પદને જુદા રાખવાની જરૂર હોય છે.'