નવી દિલ્હીઃ ક્યારેક અજાણતામાં એવી શોધ થઈ જાય છે જે ખૂબ જ આશ્ચર્યજનક હોય છે. આવો જ એક કિસ્સો જર્મનીમાં પ્રકાશમાં આવ્યો છે જ્યાં બરફમાં ટ્રેકિંગ કરતી વખતે શહેરી શોધકર્તાઓના પરિવારને બરફમાં છુપાયેલો કિલ્લો મળ્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બરફ પર ચાલતી વખતે જોવા મળ્યો મહેલ
Daily Star ના સમાચાર અનુસાર,  Urbex Westerwald ફેસબુક પેજ પર આ શોધ જણાવવામાં આવ્યું છે. એવું કહેવામાં આવે છે કે એક પરિવાર તેમના બાળકો અને કૂતરા સાથે બરફ પર ચાલી રહ્યો હતો, જ્યારે તેણે બરફની નીચે છુપાયેલી એક તુટતી ઇમારત જોઈ.


આંશિક રીતે ઉભી હતી દિવાલો
જ્યારે તે ત્યાં પહોંચ્યો છે તો ત્યારે શેવાળની ​​ઈંટો અને કાદવથી ઢંકાયેલો ખંડેર જેવું જોવા મળ્યું. દિવાલો માત્ર આંશિક રીતે ઊભી હતી. સુરક્ષા વિના ત્યાં જવું જોખમી સાબિત થઈ શકે છે.


750 વર્ષ પહેલા બનાવવામાં આવ્યો હતો આ મહેલ
તમને જણાવી દઈએ કે સેલ્ટસે સદીઓ પહેલા એક મહેલ બનાવ્યો હતો. 1350 ઇસવીમાં તેનું વધુ આધુનિકીકરણ કરવામાં આવ્યું હતું પરંતુ થોડા વર્ષો પછી આર્કબિશપ દ્વારા આ મહેલનો નાશ કરવામાં આવ્યો હતો. મહેલનો નોંધપાત્ર ભાગ બચ્યો હોવો જોઈએ જે આ વિસ્તારમાં ખાણો બાંધ્યા પછી સંપૂર્ણપણે નાશ પામ્યો હતો. હવે માત્ર તેના અવશેષો જ બચ્યા છે.


બહારથી ખૌફનાક દેખાતા આ મહેલમાં બે સ્ત્રી મૂર્તિઓ એકબીજા સામે હસતી જોવા મળી હતી પણ એક દાઢીવાળી મૂર્તિ ગુસ્સામાં તેમની સામે જોઈ રહી હતી. અન્ય ખૌફનાખ પથ્થરના ચહેરા કમાનના પથ્થરમાં કોતરવામાં આવ્યા છે. બારીઓ શીટ મેટલથી ઘેરાયેલી છે જે કાટ લાગવાથી લાલ થઈ ગઈ છે.


વિશ્વના વધુ સમાચાર વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube