ઈસ્લામાબાદ: દુનિયાભરમાં આતંકવાદના ફંડિંગ અને મની લોન્ડરિંગના મામલાઓ  પર નજર રાખતી સંસ્થા ફાઈનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ (FATF)એ પાકિસ્તાને ફરીથી 150 સવાલ પૂછી નાખ્યા છે. જેમાંથી મોટાભાગના સવાલ પાકિસ્તાનની ઈમરાન ખાન (Imran Khan) સરકાર તરફથી આતંકવાદ પર થયેલી કાર્યવાહી સંબંધિત છે. પાકિસ્તાને (Pakistan) આ સવાલોના જવાબ 8 જાન્યુઆરી સુધીમાં આપવાના છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એફએટીએફ (FATF) એ પાકિસ્તાન ઓથોરિટીઝને એ સુનિશ્ચિત કરવાનું કહ્યું છે કે જે પણ લોકો આતંકવાદી સંગઠનો સાથે જોડાયેલા છે તેમને કોર્ટમાં દોષિત ઠેરવવામાં આવે. આ વૈશ્વિક સંસ્થાએ પાકિસ્તાનમાં ચાલતી મદરેસાઓને સ્વચ્છ બનાવવા માટે કરાયેલી કાયદાકીય કાર્યવાહીની પણ ડીટેલ માંગી છે. 


પાકિસ્તાની અખબાર એક્સપ્રેસ ટ્રીબ્યુને ત્યાંના નાણા મંત્રાલયના સૂત્રોના હવાલે અહેવાલમાં જણાવ્યું છે કે પાકિસ્તાને 7 ડિસેમ્બરે જ FATFના 22 સવાલના જવાબ આપ્યાં હતાં. તે જવાબો પર FATFએ ફરીથી 150 સવાલો પૂછી નાખ્યાં. હવે પાકિસ્તાને મની લોન્ડરિંગ અને ટેરર ફાઈનાન્સિંગ પર નવા સવાલોના જવાબ આપવા પડશે. 


પાકિસ્તાન FAFTને એ પણ જણાવશે કે તેણે મની લોન્ડરિંગ થતા રોકવા માટે શું પગલાં લીધા. 7 ડિસેમ્બરે પાકિસ્તને જે કમ્પ્લાયન્સ રિપોર્ટ સોંપ્યો હતો તેમાં સંયુક્ત રાષ્ટ્ર દ્વારા આતંકવાદી સંગઠન જાહેર થયેલા સમૂહો પર ઈમરાન સરકારની કાર્યવાહી અને તેમને કોર્ટમાંથી મળેલી સજા અંગે વિસ્તૃત જાણકારી સામેલ હતી. 


જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube