નવી દિલ્હીઃ માતા ભલે બાળકને જન્મ આપતી હોય પરંતુ તે બાળકને દુનિયા દેખાડવાનું કામ તો પિતા જ કરે ચે. બાળપણમાં બાળક મસ્તી કરતા-કરતા પિતાની સાથે રમે છે. બાળકની દરેક ઈચ્છા પણ પિતા પૂરી કરે છે. ભારતીય કલ્ચરમાં પિતાને હંમેશા કડક મિજાજના દેખાડવામાં આવ્યા છે, જેના કારણે માની લેવામાં આવે છે કે દરેક પિતા કડક સ્વભાવના હોય છે. પરંતુ તેવુ નથી. દરેક પિતા પોતાના બાળકને ખુબ પ્રેમ કરે છે. હા તે બની શકે તે તે એટલા ખુલીને પોતાની ફીલિંગ બાળકોને નજણાવી શકે પરંતુ દરેક પિતા બાળકોની સફળતાથી ખુશ થાય છે અને બાળકોના દુખમાં દુખી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઘણા પરિવારોમાં જોવામાં આવે છે, જેમ-જેમ બાળક મોટુ થાય છે, તેમ-તેમ પિતા અને પુત્ર વચ્ચે અંતર વધવાનું શરૂ થઈ જાય છે. ઘણીવાર તો બાળકો પોતાના પિતા સાથે ખુલીને વાત પણ ન કરી શકે. હકીકતમાં કેટલીક આવી વાતો પિતા-પુત્રના સંબંધમાં અંતર પેદા કરે છે તેથી આ વાતનું ધ્યાન રાખવું જરૂરી છે. જો પિતા સાથે સંબંધમાં કોઈ અંતર છે તો આ ફાધર્સ ડે પર તેને દૂર કરો. 


1. સવારે જલદી ન ઉઠવુ
આ વાત બધા સારી રીતે જાણતા હશે કે પિતા સવારે જલદી ઉઠવાનું કહે છે. જો તે ગુસ્સામાં હોય તો ક્યારેક ખિજાયા પણ કરે છે. પુત્રએ તે વાત સમજવી પડશે કે પિતાને તમારી નીંદર સાથે સમસ્યા નથી, પરંતુ તે ઈચ્છે છે કે તમે સવારે જલદી ઉઠો, કસરત કરો, અભ્યાસ કરો. કારણ કે સવારે કસરત કરવાથી શરીર સારૂ રહેશે અને અભ્યાસ કરવાથી સારી રીતે યાદ રહી જાય છે. તેથી પિતાની આ વાતનું ખરાબ ન લગાડો. 


2. પિતાનું અધુરૂ સપનું
તમે જોયુ હશે કે દરેક પિતાનું સપનું હશે કે તે પોતાના જીવનમાં જે ન કરી શક્યા તે પુત્ર કરે. ઉદાહરણ માટે જો કોઈ પિતા પોલીસમાં જવા ઈચ્છતા હતા પરંતુ કોઈ કારણે તેમનું સપનું પૂરુ ન થયું તો તે વિચારશે કે હું પોલીસમાં ન જઈ શક્યો તો શું થયું, હું મારા પુત્રને પોલીસ ઓફિસર બનાવીશ. આવા ઘણા ઉદાહરણ આપણા સમાજમાં જોવા મળે છે. 


તેવામાં જો બાળક શરૂથી તે વિચારે કે હું પોલીસ ન બનું કે પિતાની મરજી પ્રમાણે મારૂ કરિયર ન બનાવુ તો સંબંધ ખરાબ થઈ શકે છે. ઘણીવાર બાળકોના નિર્ણય મિત્રોની પસંદનું કરિયર બનાવવાને કારણે ખોટા પણ હોઈશ કે છે. પિતા ક્યારેય તમારા વિશે ખરાબ વિચારતા નથી તો તમારે એક પ્રયાસ તે માટે જરૂર કરવો જોઈએ. પછી તમને મજા ન આવે તો તમે બીજો કરિયર વિકલ્પ પસંદ કરી શકો છો. 


3. તુલના કરવી
આના પુત્રને 95 ટકા આવ્યા છે, આવા ઘણા ઉદાહરણ છે જે બાળપણમાં દરેક પુત્રને સાંભળવા મળે છે. પરંતુ તેનો અર્થ એવો નથી કે પિતા તમારી તુલના કરી રહ્યાં છે કે તમને નબળા દેખાડવા ઈચ્છે છે. આવું બોલવા પાછળ તેમનો ઇરાદો હોય છે કે જ્યારે સામે વાળો મહેનત કરી સફળ થઈ શકે છે તો તમે કેમ નહીં. તેમનો ઈરાદો તમને આગળ વધારવાનો હોય છે ન કે નીચા દેખાડવાનો. તેથી ક્યારેય પિતા કોઈ ઉદાહરણ આપે તો તેને નેગેટિવ ન લો. 


4. કઠોર વલણ
આ ન કરો, તે ન કરો, સાંજે ઘરની બહાર જવાનું નથી.. આવી વાતો બાળકને ખરાબ લાગે છે. તે વિચારે છે કે પિતા ખુબ કઠોર હોય છે અને કંઈ કરવા દેતા નથી. પરંતુ ધ્યાન રાખો કે તે આવું કડક વલણ અપનાવીને તમને આગળ સફળ બનાવવા ઈચ્છે છે. તમને સાચા-ખોટાની ઓળખ કરાવે છે. તેથી આવી વાતોનું ક્યારેય ખરાબ ન લગાડો. જો તમારી કોઈ વસ્તુ બરોબર થઈ રહી નથી તો તેની સાથે બેસીને ચર્ચા કરો. 


5. મોબાઇલનો વધુ ઉપયોગ કરવાની લત
દરેક પિતા પોતાના સંતાનને સ્વચ્છ જોવા ઈચ્છે છે તેવામાં તે ખિજાવાથી પણ પાછળ હટતા નથી. આજના સમયમાં દરેક બાળકને મોબાઇલનો વધુ ઉપયોગ કરવાની ટેવ પડી જાય છે. તે મોડી રાત સુધી મોબાઇલનો ઉપયોગ કરતા રહે છે. તેના કારણે તેના શરીર પર ખરાબ અસર થાય છે. તેવામાં પિતા પોતાના સંતાનને આ વાત પર ખિજાશે પણ ખરા. જો તમે આ વાતથી ગુસ્સે થઈ જાવ તો તે બરાબર નથી. પિતા તમારી ભલાઈ માટે કહી રહ્યાં છે. તેથી તમે તેમના ગુસ્સાને ખોટો ન માનો.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube